SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીશમું ! આ સર્વ દેવસરિ ૩૩૫ આ૦ નરચંદ્રસૂરિ ભારે બુદ્ધિશાળી હતા. તેમને સરસ્વતી પ્રસન્ન હતાં. તેઓ મંત્રીશ્વર વસ્તુપાલના મોસાળ પક્ષના ધર્મા ચાર્ય હતા. તેઓ મંત્રી વસ્તુપાલના ગાઢ સંબંધમાં હતા. તેઓ તેમને ખૂબ માનતા હતા. તેમણે તેમના સંબંધથી જે સં. ૧૨૭૬૭૭ માં શત્રુંજયતીર્થને છ'રી પાળતો સંઘ કાઢવ્યો હતો. આચાર્યશ્રીએ મંત્રી વસ્તુપાલના માથે હાથ મૂક્યો હતો. પિતે છેલ્લા બિમાર પડયા ત્યારે મહામંત્રી વસ્તુપાલને જણાવ્યું કે, “હવે મારું આયુષ્ય પૂરું થયું છે અને તે પણ અગિયારમે વર્ષે (સં. ૧૨૯૮ના ભાદરવા સુદ ૧૦ અથવા સં. ૧૨૯૬ માહ સુદિ..રવિવારે સ્વર્ગવાસી બનીશ. તેમણે આ પ્રમાણે કહી મંત્રીને ધર્મોપદેશ આપે. અને સં. ૧૨૯૮ ના ભાદરવા સુદિ ૧૦ ના રોજ સ્વર્ગવાસ કર્યો. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ આવે નરચંદ્રસૂરિ પાસે “ઉત્તરાધ્યયનસૂત્ર”નું અધ્યયન કર્યું હતું. રાજપુરોહિત સેમેશ્વરદેવે આ નરચંદ્રને “કીર્તિકૌમુદી માં મહાકવિ તરીકે નવાજ્યા છે. ' આ નરચંદ્રસૂરિએ નીચે પ્રમાણેના ગ્રંથ રચેલા જાણવા મળે છે– (૧) યમકમય ચતુર્વિશતિ જિનરજસ્તોત્ર, સ્તુતિકાવ્ય સુભાષિત. (૨) કથા ૧૫ રત્નસાગર, મંત્રી વસ્તુપાલની પ્રેરણાથી રચના કરી. (૩) જ્યોતિષસાર (નારચંદ્ર જેન તિ). (૪) શ્રીધરકૃત “ન્યાયકંદલી” ઉપર ટિપન.' तत्क्रमिको देवप्रभसूरिः किल पाण्डवायनचरित्रम् ॥१३॥ , तदीयसिंहासनसार्वभौमः सूरीश्वरः श्रीनरचन्द्रनामा ॥१४॥ (-ન્યાયકંદલી પ્રશરિત) ૧. મહર્ષિ કણાદના “તર્કસંગ્રહ' ઉપર પ્રશસ્તપાદે ભાષ્ય રચ્યું છે, તેના ઉપર ચાર ટીકાઓ બની છે. મણિવાચાર્યની વ્યોમવતી, ૨. શ્રીધરા. ચાર્યની ન્યાયકંદલી, ૩. ઉદયનાચાર્યની કિરણાવલી અને ૪. શ્રીવત્સાચાર્યની લીલાવતી. આનરચંદ્રસૂરિએ “ન્યાયકંદલી ” પર ટિપન રચ્યું છે અને આ રાજશેખરસૂરિએ “પંજિકા” રચી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy