________________
આડત્રીશમું ]
આ સર્વ દેવસૂરિ
૩૨૩
ધારા નાશ પામી અને ચંદનાચાર્યની અકસ્માત નીકળી પડેલી વાણી સાચી પડી. સંભવ છે કે, આ ચ'દનાચાય ચૈત્યવાસી હેશે. તેએ શીઘ્ર કવિ હતા એ વાત ચાક્કસ છે.
મલધારગચ્છ
ચિત્તોડના સુપ્રસિદ્ધ રાજા અલ્લટે અલવર વસાવ્યું અને રાણી હરિચદેવીના નામથી હપુર વસાવ્યું. પુષ્કરની પાસેનું હાંસેટ એ જ હપુર હતું. ત્યાં શ્રી જૈનસ`ઘે આ પ્રિયગ્રંથસૂરિની મઝિમા શાખાના પ્રશ્નવાહનકુલના આચાર્યને પધરાવ્યા અને ત્યારથી એ પ્રશ્નવાહનકુલના શ્રમણાનું ‘હ પુરીયગચ્છ’ નામ પડયુ. તેમાં વિક્રમની બારમી સદીમાં આ વિજયસિંહસૂરિ થયા. તેમના શિષ્ય આ૦ અભયદેવસૂરિથી ગુજરાતના રાજા કર્ણદેવ (સ`૦ ૧૧૨૦ થી સ૰ ૧૧૫૦) ના સમયમાં હર્ષ પુરીયગચ્છનું નામ ‘મલધારગચ્છ' પડયું. આ ગચ્છની પરંપરા ઘણાં વર્ષો સુધી ચાલી હતી. તેના આચાર્યો કે શ્રીજોની પર'પરાના વિચ્છેદ થતાં તેમની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજો બેસતા હતા. (જૂએ, પ્રક૦ ૩૪, પૃ૦ ૫૬૭, ૧૬૮)
મલધારગચ્છની પટ્ટાવલી આ પ્રકારે મળે છે—
૧. આ॰ અભયદેવસૂરિ—તેએ હર્ષ પુરીયગચ્છના આ વિજયસિંહસૂરિના શિષ્ય હતા. તે શરીર પ્રત્યે એકદમ નિઃસ્પૃહ હતા. વોમાં માત્ર એક ચાલપટ્ટો અને એક પછેડી (ઉપરનું આઢવાનું કપડું) પહેરતા હતા. તેઓ નિરંતર છઠ્ઠું-અઠ્ઠમનું તપ કરતા હતા. જાવજીવ સુધી પાંચ વિગયના ત્યાગ કર્યો હતા. તેઓ મહા વિદ્વાન હતા. તેમને ચક્રેશ્વરીદેવી પ્રસન્ન હતાં.
ગૂજરેશ્વર ણુ દેવ એક દિવસે બહાર જતા હતા. યુવરાજ (સિદ્ધરાજ) જયસિંહ પણ તેની સાથે હતેા. ત્યારે તેમણે મેલા શરીર અને મેલાં કપડાંવાળા આ॰ અભયદેવસૂરિને જોયા. તે આચાર્યશ્રીની કડક નિઃસ્પૃહતાથી પ્રસન્ન થઈ તેમને મલધારી (આલિયા)નું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org