________________
२८१
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ 'आबू-देलवाडाके जैनमंदिर ।'
(–સિરોહીથી કૃતિહાસ, રાણપતાને તિહાસ) कारीगरीमें विमलवसहीकी समता करनेवाला दूसरा कोई मन्दिर हिंदुस्तानमें नहीं है। (-राजपूतानेका इतिहास, खंड : १, पृ० १९३)
દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી નેંધે છે કે, વિમલવસતિના મંદિરની કેરણ વિશે તજ કહે છે કે આ દેવળ એના અણિશુદ્ધ નકશીકામથી પ્રેક્ષકને વિચારણામાં ગરક કરી દે છે. એ એટલું તે પૂર્ણ છે કે, તેમાં કંઈ પણ ફેરફાર ન જ થઈ શકે. ખાસ કરીને મંદિરમાં સફેદ આરસ પર જે નકસી કામ કર્યું છે તેની ઝીણવટ અદ્ભુત છે, પણ આ બધી શેભા અંદરના ભાગમાં જ છે. બહારથી તે આ મંદિરે તદ્દન સાદાં લાગે છે. ફર્ગ્યુસનના કહેવા પ્રમાણે સ્થાપત્યકળાની ટોચને આ નમૂને છે.
અને તે પછીના બે-એક સૈકામાં (લુણિગવસહીમાં) એ (કળા) અમુક બાબતમાં થોડીક ચડે છે, પણ પૂર્ણતા અને શુદ્ધિની બાબતમાં તે ધીમે ધીમે આ દેશની સ્થાપત્યકળા એ પછી ઊતરતી ગઈ છે.
(-ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,
ભા૧, પ્ર. ૧૧, પૃ. ૨૪) ગુજરાતના રાજાઓ, મંત્રીઓ અને શ્રીમંત વેપારીઓએ ઘણું ઉત્તેજન આપ્યું હતું અને શિલ્પના નહીં પણ સ્થાપત્યકળાના ઉત્તમ નમૂના એ કાળે સર્જાયા હતા.
(-ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,
ભાગ ૨, પરિશિષ્ટ ૧, પૃ. ૪૪૮) ૧. જૂઓ, ફરગ્યુસનની “હિસ્ટ્રી ઑફ ઈડિયન આ યર', હાલનું એશ્યન્ટ આકચર ઍફ ઇડિયા ', સુરતની સાહિત્ય પરિષદ્દના છપાયેલા રિપોર્ટમાં ગજાનન વિશ્વનાથ પાઠકનો ગુજરાતનું સ્થાપત્ય' નિબંધ, તથા ગુજરાતનાં તીર્થસ્થાને ૫૦ ૧૪૧ થી ૧૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org