________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ આ સિદ્ધસરિ, પંજબૂનાગ- તેઓ ઉપકેશગચ્છના હતા. આચાર્યશ્રીએ સં. ૧૦૭૨ માં પાટણમાં શેઠ કપર્દી શાહના દેરાસરમાં ભ૦ મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરી હતી.
તેમના શિષ્ય જંબૂનાગ લેવાના રાજાને મહમ્મદ ગિઝનવીના હલ્લાની ભવિષ્યવાણી કરી હતી. તેમણે દ્રવામાં રાજાપ્રજાને પ્રેમ મેળવી ભ૦ મહાવીરસ્વામીના મંદિરની સ્થાપના કરાવી હતી. તેમની પરંપરામાં અનુક્રમે દેવપ્રભ મહત્તર, કનકપ્રભુ મહત્તર અને ઉપાટ પદ્મપ્રભ થયા હતા.
(પ્રક. ૧, પૃ૦ ૨૭-૨૮) આ નક્ષસૂરિ
તેઓ ઉપકેશગચ્છના આચાર્ય હતા. તેમણે ૩૯ વંશને જૈન બનાવ્યા હતા.'
(પ્રક. ૧, પૃ. ૨૮) આ વિજયસિંહ- તેઓ શીઘ્રકવિ હતા. કેકણના રાજા નાગાર્જુને તેમના ખગકાવ્યથી પ્રસન્ન થઈ તેમને “ખદ્ગાચાર્ય નું બિરુદ આપ્યુ હતું. મહાકવિ સેલ, તેમની “ઉદયસુંદરી "માં આ આચાર્યશ્રીને આશુ કવિ અને પિતાના મિત્ર તરીકે સંબોધે છે. આ૦ વીરાચાર્ય–
તેમણે સં. ૧૦૭૮માં “આરાધનાપતાકા” રચી છે. સંભવ છે કે, “જીવાનુશાસન”ના કર્તા આ દેવસૂરિ તેમના શિષ્ય હશે. પં. વીરગણિ આનાથી જૂદા હતા.
(પ્રક. ૩૪, પૃ. ૫૭૯) વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ (સ્વ. સં. ૧૦૯૬)
યુગપ્રધાન આ૦ હારિલસૂરિના ગચ્છમાં થયેલા આ વટેશ્વર સૂરિથી “થારાપદ્રગછ નીકળે, જેમાં અનેક વિદ્વાન આચાર્યો થયા.
થારાપદ્રગ૭માં વિજયસિંહ નામે આચાર્ય હતા. તેઓ ચૈત્ય વાસી હતા. તે સંપન્કર (શાંત) મહેતાના ચૈત્યમાં રહેતા હતા. એક દિવસ રાધનપુર પાસેના ઉણ ગામમાં તેઓ ગયા. ત્યાંના દેરાસરનાં દર્શન કર્યા પછી તેમની નજર એક છોકરા ઉપર પડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org