SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ છત્રીશમું ] આ સર્વ દેવસૂરિ - અહીં સં૦ ૧૦૭૧ થી ૧૦૮૮ ના ગાળામાં નાણાવાલગચ્છના આ૦ વરચંદ તથા નાડોલગચ્છના આ સેમિપ્રભ એક સાથે ચતુર્માસ રહ્યા હતા. તે બંને શિથિલ બન્યા અને અહીંથી પાલખીમાં બેસવાનું શરૂ કર્યું. અહીં સં૦ ૧૨૭૭ માં આ૦ જિનપતિ સ્વર્ગે ગયા. સં. ૧૨૮૪માં મહાતપસ્વી આ૦ જગચંદ્રસૂરિએ અહીં ચતુર્માસ કર્યું. સં. ૧૨૯ માં અંચલગચ્છના આ દેવેન્દ્રસૂરિ જમ્યા. સં. ૧૩૧૨માં આ જિનેશ્વરના શિષ્ય ઉપા૦ અભયતિલકે સંસ્કૃત “ દ્વયાશ્રયમહાકાવ્યની વૃત્તિ (મૅ : ૬૦૦૦) રચી. સં. ૧૩૦૪ અથવા સં૦ ૧૩૨૩ માં તપાગચ્છના વિદ્યાનંદ આચાર્ય બન્યા. તે સમયે પલવિયા પાર્થ નાથના દેરાસરમાં કેસરની વૃષ્ટિ થઈ હતી. શેઠ કુમાર ઓસવાલની પત્ની પદ્મશ્રીએ સં. ૧૩૧૩ ના ચૈત્ર સુદિ ૮ ના રોજ અહીં “પંચમીકથા લખાવી અને તે જિનસુંદરગણિની શિષ્યા લલિતાસુંદરીગણિનીને વહેરાવી. સં. ૧૩૧૩ માં ખરતરગચ્છના આ જિનેશ્વરે “શ્રાવકધર્મ પ્રકરણ”. રચ્યું. ઉપાટ લક્ષમીતિલકે સં૦ ૧૩૧૭ માં તેની ટીકા (j૦: ૧૫૦૦૦) રચી. તેમના દાંડાના અહીં બે ટુકડા થવાના સૂચનથી સં૦ ૧૩૧૩ માં તેમના ગચ્છમાં બે વિભાગ પડ્યા. સં. ૧૩૭૫ માં ખરતરગચ્છના આ જિનદયસૂરિજમ્યા. સં. ૧૪૩૦માં તપાગચ્છના આ સેમસુંદર જમ્યા. સં. ૧૫૦૩ માં ખરતરગચ્છના આ જિનરાજસૂરિ શિષ્ય પં૦ જયસાગરગણિએ માલહા શ્રાવકની વસતિમાં રહી ૫૦ રત્નચંદ્ર ગણિની મદદથી “પૃથ્વીરાજરાજર્ષિચરિત્ર” રચ્યું. આ જ અરસામાં સોનગરા મંત્રી ઝાંઝણ શ્રીમાળીએ પાલનપુરમાં ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સં. ૧૫૩૩ પછી પાલનપુરવાસી શા છવા એશવાલની વિનતિથી આ૦ લક્ષ્મીસાગરે આગમમંડનને અમદાવાદમાં વાચકપદ આપ્યું. (-ગુરુગુણરત્નાકરકાવ્ય) પલ્લવિયા–વરહડિયાવંશનેનેડ પલ્લીવાલ પાલનપુરમાં આવી વસ્યું હતું. તેના વંશજે ત્યાંથી નીકળીને વિજાપુર જઈ વસ્યા હતા. (પ્રક. ૩૮) વેસટવંશને સલક્ષણુ ઓસવાલ પાલનપુર આવીને વસ્યા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy