________________
૨૪૬
જેન પરંપરાનો ઈતિહાસ–ભાગ રજે [ પ્રકરણ લાગે બાંધી આપ્યો. તે સ્થાન પલ્લવિયા પાર્શ્વનાથના નામે ખ્યાતિ પામ્યું.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૫૩) ' (૨) ચંદ્રાવતીના રાજા ધારાવર્ષદેવ પરમારના ભાઈ રાજા પ્રહૂલાદને લેભથી જિનપ્રતિમાને ગળાવી નાખી, તેથી તેના શરીરે કઢ રોગ થઈ આવ્યું. તેણે આ શીલધવલના ઉપદેશથી ભવ પાર્શ્વનાથની નવી પ્રતિમા ભરાવી, તેની પૂજા કરી તેનું ન્હાવણ જળ આખા શરીરે લગાડવાથી તેને રેગ શમી ગયે. આથી તેણે પાલનપુર નગર ફરી વસાવી તેમાં રાજવિહાર–જેન મંદિર બંધાવ્યું, જે પલ્લવિયા પાર્થે. નાથના નામથી તીર્થની ખ્યાતિ પામ્યું. તેના નિભાવ માટે તેણે લાગી બાંધી આપ્યા.
(જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૫૭, હીરસૌભાગ્યકાવ્ય, હીરસૂરિરાસ, પાલનપુર ગઝલ
આત્માનંદ જેન પ્રકાશ, વર્ષ પ૩, અંક: ૨-૭) મહમ્મદ ગિજનીએ સં. ૧૦૮૦માં અને અલાઉદ્દીન ખીલજીએ સં. ૧૭૬૮ માં ચંદ્રાવતી અને પાલનપુર ભાંગ્યાં.
પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથનું ત્રણ માળનું વિશાળ દેરાસર છે. અસલમાં અહીં મૂળનાયકની પ્રતિમા સેનાની હતી પરંતુ સંઘે આશાતનાના ભયથી તેને ભંડારી દીધી અને આરસની પ્રતિમા પધરાવી એવી કવાયકા છે.
અહીં ઉપકેશગચ્છના આ૦ કક્કસૂરિએ સં. ૧૨૭૪ના કાર્તિક સુદિ ૫ ને ગુરુવારે અંજનશલાકા કરેલી સફેદ આરસની ૧ ફૂટ ઊંચી પ્રતિમા આજે વિરાજમાન છે. આ સમયે દેરાસરના નિભાવ માટે જુદા જુદા લાગા બાંધી આપ્યા હતા, જેથી હમેશાં ૧૬ મણ સેપારી અને ૧ મૂડે ચોખા વગેરેની મોટી આવક થતી હતી. - પાલનપુરમાં આ મંદિર સૌથી પ્રાચીન છે. સં. ૧૨૮૪ માં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બન્યું હતું તે આજે મસ્જિદરૂપે ઊભું છે. તેમાં સં૦ ૧૨૮૫, સં. ૧૩૪૭ના શિલાલેખે વિદ્યમાન છે. - પાલનપુરમાં આજે (૧) પલ્લવિયા પાર્શ્વનાથ, (૨) ભ૦ શાંતિનાથ (ત્રણ માળનું), (૩) ભ૦ આદિનાથ, (૪) ભ૦ નેમિનાથ વગેરે મંદિરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org