SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશમું ] આ સર્વદેવસૂરિ - ૨૪૫ બરેનું મધ્યકાલીન જૈન તીર્થધામ હતું.. (પં. શ્રીલાલચંદ ગાંધીનું “પાવાગઢથી વડેદરામાં પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ જૈન તીર્થોને ઇતિહાસ.) પલ્લવિયા પાર્શ્વનાથ– ગુજરાતની ઉત્તરે પાલનપુર શહેર છે. તેનાં પ્રલાદનપુર, પાલનપુર, પર્ણવિહારનગર, વગેરે બીજાં નામે પણ મળે છે. અહીં પલ્લવિયા પાનાથનું વિશાળ જૈન તીર્થસ્થાન છે. તે અંગે બે પ્રકારના ઉલ્લેખો જાણવા મળે છે. (૧) ચંદ્રાવતીને રાજા પાલનસિંહ નામે પરમાર હતા. તે જંગલમાં વિશેષ ફર્યા કરતો તેથી તેની અરણ્યરાજ નામે પ્રસિદ્ધિ હતી. તેણે ધર્માધતાના કારણે અચલગઢની તળેટીમાં રહેલા જૈન દેરાસરમાં મહાદેવનું લિંગ સ્થાપન કરી દીધું અને ત્યાંની ધાતુની પ્રતિમાને ગળાવી નાખી તેને નંદી બનાવ્યા. આ અકૃત્યના પરિણામે તેના આખા શરીરે કોઢ રેગ ફૂટી નીકળે. તેણે રેગશમન માટે અનેક ઉપચાર કર્યા પણ તે બધા નિષ્ફળ નીવડ્યા. કંટાળીને તે જગલમાં ચાલ્યા ગયે. ત્યાં તેને રસ્તામાં વિહાર કરતા આ શીલધવલસૂરિ મન્યા અને તેમને ઉપદેશ સાંભળી પિતાની થયેલી ભૂલ જણાવી, પ્રાયશ્ચિત્તની માગણી કરી. આચાર્યશ્રીએ તેને સાંત્વન આપી જણાવ્યું કે, “તું નવી પ્રતિમા ભરાવી, તેની પૂજા કરીને તેનું હવણ જળ આખા શરીરે લગાડીશ તે તારે રેગ શમી જશે.” રાજાએ તે પ્રમાણે કર્યું તેથી તેને રેગ શમી ગયે. તેનું આખું શરીર નવપલવ જેવું બની ગયું. જેનધર્મ પ્રતિ તેને દઢ શ્રદ્ધા થઈ. આથી તેણે સર્ક ૧૦૧૧ માં તે જ પ્રદેશમાં પાલનપુર નગર વસાવ્યું, તેમાં દરબારગઢ બનાવ્યું અને પાસે જ રાજવિહાર જેનમંદિર બંધાવી તેમાં તે નવી બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેણે રાજમહેલ અને રાજવિહાર સામસામે એવી રીતે બંધાવ્યા કે રાજા સવારે પિતાની બારીમાંથી પ્રભુનાં દર્શન કરી શકે. રાજાએ દેરાસરના નિભાવ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy