________________
૨૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ જે પ્રકરણ . આ સ્થાન આજે ભેપાવરતીર્થ તરીકે વિખ્યાત છે.
(–જેન તીર્થોને ઇતિહાસ, પાવરતીર્થને રિપેર્ટ) રામસેન તીર્થ - ભ૦ ઋષભદેવનું આ પ્રાચીન તીર્થ છે. આ બપ્પભટ્ટસૂરિ અહીં વિરાજતા હતા ત્યારે ભિન્નમાલના પ્રતીહાર રાજા યશોવર્માની બીજી રાણીએ આમ રાજાને અહીં જન્મ આપે હતે. એ રાણી તથા રાજકુમાર આચાર્યશ્રી પાસે આવ્યા હતા.'
(પ્રક. ૩૨, પૃ૦ પ૨પ, પ૨૬, ૫૩૬) રામસેનના રાજા રઘુસેને આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને સં૦ ૧૦૧૦ માં વડગચ્છના પ્રસિદ્ધ આ સર્વદેવસૂરિના હાથે તેમાં ભ૦ ચંદ્રપ્રભ વગેરે પ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી, ત્યારથી આ મંદિર “રઘુસેનના મંદિર તરીકે પ્રસિદ્ધિ પામ્યું અને વિશેષ જાહોજલાલીમાં આવ્યું. - સં. ૧૦૧૦ માં રઘુસેનના જિનાલયમાં ભરાવેલ ભ૦ અજિતનાથની એક કલાપૂર્ણ ખઞાસન પ્રતિમા આજે પણ અમદાવાદની વાઘણપોળના ભ૦ અજિતનાથના દેરાસરની ભમતીની દેરીમાં વિદ્યમાન છે.
મુસલમાન બાદશાહે રામસેનતીર્થને વિનાશ કર્યો હતે. સં. ૧૬ર૯ માં જગદ્ગુરુ આ હીરવિજયસૂરિની વિદ્યમાનતામાં અહીંની જમીનમાંથી ભ૦ષભદેવની ભવ્ય પ્રતિમા નીકળી આવી હતી તેને ભેંયરામાં પધરાવી હતી. આ વિજયસેનસૂરિ સં.....માં તેની યાત્રાએ પધાર્યા હતા.
રામસેનથી એક માઈલ દૂર ટીંબાઓ છે, તેમાંથી એક સર્વ ધાતનું પરિકર મળી આવ્યું છે. તેમાં ઉત્કીર્ણ થયેલા લેખમાં જણાવ્યું છે કે, આ વટેશ્વરસૂરિથી થારાપદ્રગચ્છ નીકળ્યા. તેમાં અનેક આચાર્યો થયા. આ૦ વાદિવેતાલ શાંતિસૂરિને શિષ્ય આ પૂર્ણભદ્રે સં. ૧૦૮૪ ના ચૈત્ર સુદિ ૧૫ ના રોજ રઘુસેનના જિનાલયમાં ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રક. ૩૧, પૃ. ૪૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org