SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીસમું ]. આ સર્વદેવસૂરિ પર્વત પર કિલ્લામાં સં. ૧૬૮૧ ના પ્રથમ ચૈત્ર વદિ ૫ ને ગુરુવારે તપાગચ્છના આ શ્રીવિજયદેવસૂરિના આજ્ઞાવતી અને મહાપાધ્યાય વિદ્યાસાગરગણિ, તેમના શિષ્ય પં. સહજસાગરમણિ, તેમના શિષ્ય પં૦ જયસાગરના હાથે નવા જિનાલયમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવ્યાં તેમજ સં૦ ૧૬૮૬ ના પ્રથમ અષાડ વદિ અને શુક્રવારે આ. વિજયદેવસૂરિના હાથે અંજનશલાકા કરાવી હતી. તેની પત્નીએ સં૦ ૧૬૮૩ માં નવા મંદિરમાં પ્રતિમાઓ સ્થાપન કરાવી હતી અને કિલા પરનાં ત્રણ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે જાહેરમાં લગભગ ૨૦૦૦ વેતાંબર જૈનેની વસતી છે, ૧૪ જેન દેરાસરે છે, તે પૈકીનાં ૧-૩ ગઢ ઉપર, ૪-૭ ભ૦ આદીનાથ, ભ૦ શાંતિનાથ, ભ૦ નેમિનાથ, ભ, મહાવીરસ્વામીનાં તપાવાસમાં, ૮ ભવ પાર્શ્વનાથનું ખરતરવાસમાં, ૯ ભ૦ મુનિસુવ્રતસ્વામીનું ખાનપુરવાસમાં, ૧૦ ભ૦ વાસુપૂજ્યનું ફેફલિયાવાસમાં, ૧૧ ભ૦ પાર્શ્વનાથનું કાંકરિશ્યાવાસમાં, ૧૨ જીરાવલા પાર્શ્વનાથનું માણેકચોકની પાસે લહુડીપવાળમાં અને ૧૩–૧૪ દેરાસરે શહેરની બહાર આવેલાં છે. (–જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૧૧૪, વ, પ, . ૪૩૭, પ્રક. ૧૭, પૃ. ૩૪૯, પ્રક. ૬૦, પૃ......) ભેપાવર તીર્થ– મહી નદીને કિનારે પાવર ગામ છે. તેનું પ્રાચીન નામ ભેજકટ હતું. કૃષ્ણ વાસુદેવની રાણી રુકમણીના ભાઈ રુકમણકુમારે આ નગર વસાવ્યું હતું. તેણે સુમેરુ શિખરવાળે જિનપ્રાસાદ બંધાવ્યો હતું અને તેમાં શ્રી શાંતિજિનની ખગ્રાસનવાળી શ્યામ રંગની પ્રતિમા પધરાવી હતી. કૃષ્ણ વાસુદેવે આ પાવર પાસેના અમકાઝમકાદેવીના સ્થાનથી રુકિમણીનું હરણ કર્યું હતું. આજે અહીં ભ૦ શાંતિનાથની પ્રતિમા વિરાજમાન છે. તે ૧૨ ફીટ ઊંચી છે. તેમાં પ્રભુના બંને હાથની નીચે દેવીઓની સુંદર આકૃતિઓ છે. પ્રતિમા પ્રાચીન, ભવ્ય અને મને હર છે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy