________________
૨૩૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પાર્શ્વનાથ અને (૫) ભ. મહાવીરસ્વામીનાં મંદિરે હતાં, જે પૈકીનું ભ૦ પાર્શ્વનાથનું દેરાસર ખરતરવાસમાં હતું. આ જોધપુરના મહાદાનીશ્વરી મંત્રી જયમલ મુહeતે અહીં * ૧. રાવ જોધાજી રાઠોડે જોધપુર અને તેના પુત્ર રાવ વીકાજી રાઠોડે સં. ૧૫૪પમાં બિકાનેર વસાવ્યાં છે. જોધપુરના રાવસિંહ રાઠોડના વંશમાં આસથાન, ધૂહા, અને રાયમલ થયા. રાયમલ રાઠોડને ૧૩ પુત્રો હતા. તે પૈકી બીજો પુત્ર મોહનસિંહ તપાગચ્છીય જૈન બને અને તેનાથી મુહણાત ગોત્ર શરૂ થયું.
સૂજા માહતને અચલોજી નામે પુત્ર હતો અને સેજાજી નામે પૌત્ર હતા. સેજને જયવંતા નામે પત્ની હતી, તેનાથી સં૦ ૧૬ ૩૮ના મહા વદ ૮ના દિને યમલ નામે પુત્ર થયો. જયમલ મુહણોતને સરૂપદેવી પત્નીથી નેણશી, સુંદરદાસ, આસકરણ, તથા સહામદે પત્નીથી નરસિંહ અને જગમાલ એમ કુલ પાંચ પુત્રો હતા. તે પૈકીના નેણસી મુહોતે “નેણસીરી ખાત' નામે ગ્રંથ રચ્યો, જે આજે મારવાડના ઈતિહાસ માટે પ્રામાણિક હકીકતો પૂરી પાડે છે. - શા. જયમલે રાજકારણમાં પ્રવેશ કર્યો. તે ફ્લેધિ અને જાહેર પરગણાને હાકેમ બન્યો. ત્યાં તેની કારકીર્દિ સફળ નીવડી. જોધપુરના રાજા સુરસિંહજીના પુત્ર રાજા ગજસિંહ રાઠોડે તેને જોધપુર બોલાવી સં.૦ ૧૬૮૬માં તેને પિતાને દિવાન બનાવ્યા. સં. ૧૬૮૭માં ગુજરાત તથા મારવાડમાં ભયંકર દુકાળ પડ્યો ત્યારે દિવાન જયમલજીએ ઘણું ધન વાપરી જનતાને કીમતી રાહત આપી હતી. તેને જનતાએ “જગડુશાહ” તરીકે બિરદાવ્યું હતું. તેણે સં૦ ૧૬૮૧માં ૫૦ જયસાગર ગણીના હાથે અને સં. ૧૬૮૬માં આ૦ વિજયદેવસૂરિના હાથે અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરાવ્યાં, નવું દેરાસર બંધાવ્યું. તેની સ્ત્રીઓએ પણ સં. ૧૬૮૩માં પ્રતિષ્ઠા કરાવી હતી. દિવાન જયમલજીએ જાલોરના કિલ્લા પરના ભ૦ મહાવીરસ્વામીના કુમારવિહાર,
ચૌમુખજીનું મંદિર તેમજ ત્રીજા મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. નાડેલના ભ૦ , પદ્મપ્રભુના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો. જાલેર, સાચેર, જોધપુર અને શત્રુંજયતીર્થમાં નવા જિનાલય બંધાવ્યાં અને તેમાં ઉપર્યુકત અંજનશલાકા કરેલી પ્રતિમાઓ બેસાડી. સં૦ ૧૬૮૬ના ભ૦ પ્રાપ્રભ આજે નાડેલના રાજવિહારમાં મૂલનાયક તરીકે વિરાજમાન છે. તેમણે જાલેરના તપાવાસમાં ઉપાશ્રય બંધાવ્યો હતો અને બીજા અનેક ધર્મકાર્યો કર્યા હતાં.
(–જૈન સત્યપ્રકાશ, વ૦ ૫, પૃ. ૪૩૭, ક્રમાંક: ૧૧૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org