SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશમું ] આ સર્વ દેવસરિ ૨૩૧ જીર્ણોદ્ધાર કરાવ્યો. આથી તેના વંશજો સેનગરા ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા. આ કિલ્લે અત્યારે ૧૨૦૦ ફીટ ઊંચી ટેકરી પર છે, ૮૦૦ વાર લાંબે-પહોળે છે. તેમાં સૂરજપળ, ધ્રુવપળ, ચાંદપિળ અને લેહપળ એવા ચાર દરવાજા છે. અંદર ત્રણ જૈન દેરાસરે છે, જે પૈકી ચૌમુખજીનું દેરાસર બે માળનું છે. આ પ્રદેશનું પ્રાચીન નામ પિલવાહિકામંડળ હોવાનું જણાય છે. આજે તેને જાલોર પરગણું કહે છે. અહીં પ્રતીહારે અને સિસોદિયાએ વિકમની નવમી સદી સુધી, પરમાએ સં૦ ૧૧૭૮ સુધી, ચૌહાણેએ સં. ૧૩૩૬ સુધી, ખિલજીવંશ, મેવાડના રાણાઓ, ચૌહાણે, વિહારી પઠાણે, રાઠેડે વિકમની સત્તરમી સદી અને તે પછી જોધપુરના નરેશનું રાજ્ય હતું. અહીં સં. ૧૬૮૬ માં રાજા ગજસિંહ અને સં. ૧૭૪૨ માં અજિતસિંહ વગેરે રાજાઓ થયા હતા. આ જિનેશ્વરસૂરિએ સં. ૧૦૮૦માં અહીં આ૦ હરિભદ્રસૂરિનાં અષ્ટક ઉપર ટીકા રચી અને આ૦ બુદ્ધિસાગરે “બુદ્ધિસાગરવ્યાકરણ” (ગં૦ : ૭૦૦૦) અહીં રચ્યાં હતાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિના શિષ્ય ઉદયવનગણિ, તેમના શિષ્ય પં. કુશલવર્ધનગણિ, તેમના શિષ્ય પં. નગષિગણિએ અહીં સં. ૧૬૫૧ માં ચાતુર્માસ કરીને “જાવુર પંચચૈત્યપરિપાટી” અને વરકાણુ પાર્શ્વનાથસ્તોત્ર” રચ્યાં છે. તે સમયે જાલેરમાં (૧) ભ૦ આદીશ્વર, (૨) ભ૦ શાંતિનાથ, (૩) ભ૦ નેમિનાથ, (૪) ભ૦ ૧. પં. નગર્ષિગણિએ સં. ૧૬૪૯માં રામસીતા રાસ, અલ્પબહુર્ત વિચારગર્ભિત ભ૦ મહાવીર સ્વામીનું સ્તવન ગા૦ ૪૯, દંડકઅવચૂર્ણિ સં ૧૬૫૧ના શ્રાવણ સુદિ ૩ના રોજ જારમાં, વકાણા પાર્શ્વનાથ સ્તવન સં. ૧૬૫૧ના ભાદરવા વદિ ૩ના રોજ, “જાવુરપંચ ચૈત્યપરિપાટીસ્તવન' અને સં. ૧૬૫૭ના વૈશાખ સુદિ ૭ના રોજ સ્થાનાંગદીપિકા ગ્રં૦ ૧૮૦૦૦, તેમજ સં. ૧૯૫૭માં ગુજરાતીમાં કડીબંધ “કલ્પાન્તર્વાચ” વગેરે ગ્રંથે રમ્યા હતા. તેમનાથી નગવધ નશાખા નીકળી છે. જિઓ, પ્રક. ૫૮) (-જૈનત્યપ્રકાશ ક્રમાંક: ૧૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy