SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જૈન પરપરાના ઇતિદ્વાસ-ભાગ ૨જો [ પ્રકરણ ચંદ્રાવતી તેાડીને તેને ધરાશાયી મનાવ્યું અને તેના પથ્થરો તે અમદાવાદ લઈ ગયા. કર્નલ જેમ્સ ટોડે ઈસ૦ ૧૮૨૨ (સ૦ ૧૮૭૯)માં ચદ્રાવતીનાં ખડિયેશનાં ચિત્રો ‘ટ્રાવેલ્સ ઈન વેસ્ટન ઇંડિયા ’માં છપાવ્યાં છે. સર ચાર્લ્સે કાલ્વિલ્સ ઈ૦ ૧૮૨૪ (સ’૦ ૧૮૮૧)માં ચદ્રાવતી આવ્યા ત્યારે અહીં ૨૦ જૈન મંદિરાનાં અવશેષો સ્પષ્ટ હતાં. રેલ્વે વિભાગના કાર્ય વાકાએ પણ અહીંથી રેલ્વે લાઈન નીકળ્યા પછી પથ્થરો અને નકસી કામના પથ્થરના નમૂનાએ લઈ જઈ જુદા જુદા સ્ટેશનેામાં ગેાઠવ્યા. સિરાહી રાજ્યે આ અ ંગે કાયદા દ્વારા પથ્થરો લઈ જવાની મનાઈ કરી ત્યારે તે અહીંના પથ્થરા દૂર દૂર લઈ જવાયા હતા. અમે પણ અહીં સ૦ ૧૯૯૨ માં ચદ્રાવતીનાં ખડિયેરા જોવા ગયા હતા, ત્યારે અહીં ૩૭ જૈન મદિરાના ટીલા (ટેકરા) વિદ્યમાન હતા અને એક જ પથ્થરમાં એ બાજુએ ઘડેલી દ્વિશરીરી એક જિનપ્રતિમા અમને મળી હતી, જે પાછળથી સિરાહીના મ્યુઝિયમમાં મૂકવામાં આવી હતી. જાલારગઢ મારવાડમાં જોધપુરથી દક્ષિણે ૭૦ માઈલ અને એરનપુરારાડથી પશ્વિમમાં ૩૮ માઈલ દૂર સુકડી નદીના કિનારે પહાડની તળેટીમાં જાલેારનગર વસેલું છે. તેનાં ાખાલિપુર, જાવુર વગેરે બીજા નામેા પણ મળે છે. નગરની પાસે જ ૧૨૦૦ ફીટ ઊંચા પહાડ છે, જે સ્વણગિરિ, કનકાચલ, સેાહનગઢ વગેરે નામેાથી એળખાય છે. પ્રથમ રાજા નાડે અહીં કિલ્લા બધાન્યા હતા અને વિ॰ સં૰ ૨૭૦ માં અહીં યક્ષવસતિપ્રાસાદ બંધાવી તેમાં આ॰ પ્રદ્યોતનસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. ખીજા ઉલ્લેખ મુજબ શેઠ ધનપતિએ એ પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. એ સમયે કરોડપતિએ આ કિલ્લા ઉપર રહેતા હતા અને લખપતિ વગેરે આ કિલ્લાની બહાર વસતા હતા. રાજા અમરસિંહ ચૌહાણે વિક્રમની બારમી સદીમાં આ કિલ્લાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy