________________
છત્રીસમું ] આ સર્વદેવસૂરિ
૨૨૯ જ્યારે સં૦ ૮૪૦ માં કનેજમાં વત્સરાજ પ્રતીહાર અને સં. ' ૮૬૦ વર્મા પ્રતીહાર રાજા હતા ત્યારે ગુજરાત તેના તાબામાં હતું. સં. ૮૬૦ માં માલ ખેડના રાજા ગોવિંદ રાઠોડે ગુજરાત જીતી લઈ ત્યાં પોતાના ભાઈ ઇંદ્રને ગાદીએ બેસાડ્યો. એ સમયના સંઘર્ષમાં પરમારવંશને ઉદય થયું અને તેમણે ચંદ્રાવતી વસાવ્યું. તેમાં પાંચ સદી સુધી પરમારવંશે રાજ્ય કર્યું અને ચંદ્રાવતી તેમના શાસનમાં જાહોજલાલીની ટોચે પહોંચ્યું.
રાજા ધંધૂક પરમારના સમયે અહીં ૪૪૪ જિનાલયે હતાં, ૯ શિવાલયે હતાં, જે લાકડાનાં બનેલાં હતાં. એ સિવાય વાવે, ધર્મશાળાઓ વગેરે ઘણાં હતાં. આ સમયમાં જ મંત્રી વિમલશાહે વિમલવસહી બંધાવી આબૂને શ્રેષ્ઠ તીર્થધામેની હાલમાં મૂકી દીધું. ચંદ્રાવતીના કિલ્લામાં ૩૬૦ કરોડપતિ વસતા હતા. તેઓ વારાફરતી હમેશાં આબૂ ઉપર પૂજા ભણાવતા અને ચંદ્રાવતીમાં સહમ્મીવચ્છલ જમાડતા હતા. તેઓ નવા આગંતુક જૈનને પિતાના તરફથી એકેક ઇંટ, નળિયું, થાળી અને રૂપિયે આપને એક જ દિવસમાં ધનાઢ્ય બનાવી દેતા. તેઓ એવા ઉદાર હતા. '
આ ધનેશ્વરે સં૦ ૧૦૯૫ માં અહીં “સુરસુંદરીચરિયું' રચ્યું હતું. મંત્રી કુંકણે અહીં સં. ૧૦૧૦ માં જિનાલય બંધાવ્યું અને તે પછી દીક્ષા લીધી. કલીગચ્છના આ ઉદયસિંહે સં૦ ૧૨૬૩ માં અહીંની રાજસભામાં મંત્રવાદીને હરાવ્યો હતે.. માંડવગઢના મંત્રી પિથડકુમાર તથા ગયાસુદ્દીન ખિલજીના મંત્ર સંગ્રામ સનીએ અહીં જિનાલયે બંધાવ્યાં હતાં.
મહમ્મદ ગિઝનવીએ સં૦ ૧૦૮૦ માં તથા અલ્લાઉદ્દીન ખિલજી : એ સં. ૧૩૬૮ માં પ્રતાપસિંહ પરમારના રાજ્યમાં ચંદ્રાવતી ભાંગ્યું. અને લૂટ્યું હતું. તેના વંશજ સહસમલ. ચૌહાણે સં૦ ૧૪૮૨. ના વિશાખ વદિ ૨ ના રેજ સિરેહી વસાવ્યું તેથી ચંદ્રાવતીનું મૂલ્ય ઘટયું અને અમદાવાદના બાદશાહ અહમદશાહે સં૦ ૧૫૦૦ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org