SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ | [ પ્રકરણ રાજા ચામુંડરાયે થરામાં અપાતાં બલિદાન બંધ કરાવ્યાં અને જિનાલયને તામ્રશાસન આપ્યું તે બીન પણ (પ્રક. ૩૫, પૃ. ૭૮ માં) આવી ગઈ છે. ચણક શ્રેષ્ઠી–ચણક વેપારીએ આ ઉદ્યોતનસૂરિના ઉપદેશથી “ભક્તામર સ્તોત્રને પાઠ ચાલુ કર્યો એટલે તે સુખી થયે. તેણે પાટણમાં ભ૦ આદીશ્વરનું જિનાલય કરાવ્યું, લક્ષ્મીદેવીના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યો અને તીર્થયાત્રાને સંઘ કાઢયા. રાજા વૃદ્ધ ભીમદેવ તેને બહુ માનતો હતો. તે વિક્રમની ૧૧મી સદીની મધ્યમાં થયે હતે. (-આ૦ ગુણાકરની “ભક્તામરસ્તેત્ર” લેર૬ની વિવૃતિ) બાંઠિયા ઝામડગેત્ર, સિંઘીગેત્રને પરિચય પ્રક. ૩૪, પૃ. ૬૦૦ માં આવી ગયો છે. (તથા જૂએ, પ્રક. ૩૬, પૃ૦ ર૦૭) ભંડારી ત્ર–શાકંભરીના લક્ષ્મણ ચૌહાણે નસ્કૂલમાં આવીને ત્યાંનું રાજ્ય જમાવ્યું. (સં. ૧૦૨૪ થી ૧૦૨૯) તેની રાણી નફૂલના શેઠની પુત્રી હતી. તે જૈન હતી. તે રાજાને ૩૨ પુત્ર હતા. રાજાએ તેમને ભંડાર ઉપર નીમ્યા. આ ૩૨ પુત્રે ઓશવાલવંશમાં દાખલ થયા અને તેમનું ભંડારીત્ર જાહેર થયું. (-પુરાતનપ્રબંધસંગ્રહ, પૃ૦ ૧૦૨) ભંડારી અસલથી જૈન હતા. તે પહેલાં સાંડેરકગચ્છના શ્રાવકે હતા. પછી તપાગચ્છના શ્રાવકે થયા. આજે સમસ્ત ભંડારીત્રવાળા તપાગચ્છના ઉપાસકે જ મનાય છે. (જૂઓ, પ્રક. ૩૪, પૃ. ૬૦૧) ચંદ્રાવતી- આબૂની તળેટીમાં ચંદ્રાવતી નામે મોટું નગર વસેલું હતું. તેનાં ચડાવલી, ચાવલી, ચડાઉલી વગેરે નામે મળી આવે છે. ગિજનવીના સિપાહાલાર, સૈયદ સાલાર, મસઉદ ગાજીને હરાવી મારી નાખ્યો હતે. આ જૈન રાજવંશ હતો. (અવધ ગેઝેટિયર વ. ૨, પૃ. ૩૦૮; વૈ૦ ૩, પૃ. ૨૮૩–૨૮૪ તથા પ્રક. ૩૪, પૃ. ૫૯૯, પ્રક. ૪૪ દિલ્હીના બાદશાહો) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy