________________
પાંત્રીશમું ]
આ ઉદ્યોતનસૂરિ
મનાવી, જેની છતમાં જીવંત એવા વિવિધ ભાવાનું શિલ્પ-આલેખન કરાવ્યું. આ મંદિર આજે પણ જગતની આશ્ચર્યકારક વસ્તુએ પૈકીનું એક ગણાય છે. તેમાં કુલ ૧૮,૫૩,૦૦,૦૦૦ રૂા. ખરચાયા હતા. ત્યાંના ક્ષેત્રપાલદેવ મંદિર બંધાવવામાં મુશ્કેલીઓ ઊભી કરતા હતા તેથી તેને પણ મંત્રી વિમલે નૈવેદ્ય અને સાત્ત્વિક સામર્થ્યથી અનુ ળ કર્યાં હતા.
મત્રી વિમલ શાહે પ્રતિષ્ઠાપ્રસંગે મહારાજા, રાણા, મંડલિક, જૈન-અજૈન સૌને આદરભર્યું આમંત્રણ આપ્યું હતું. નાગે, ચદ્ર, નિવૃતિ તેમજ વિદ્યાધર એમ ચાર પ્રધાન ગચ્છાના જૈનાચા ને અહીં પધરાવ્યા હતા. આ ચાર ગુચ્છો પૈકી તે વિદ્યાધરગચ્છને ઉપાસક હતા અને તે ગચ્છના આચાર્ય ધર્મ ઘાષસૂરિના ઉપદેશથી જ તેમણે આ તીર્થ સ્થાપન કર્યું હતું. ચંપાના ઝાડ નીચેથી ભ૦ આદિનાથની જે પ્રતિમા પ્રગટ થઈ હતી તેને તેમણે ચેાપન દેરીએ પૈકીની ૨૦ મી દેરીમાં સામાન્ય રીતે સ્થાપન કરી હતી. સ્થાપનાના દિવસે અતીવ શુદ્ધ અને શુભ મુહૂર્ત હતું. તે મૂર્તિને તેમાં સ્થાપન કર્યા પછી મ ંદિરનું કાર્ય ખૂબ સારી રીતે અને ઝડપથી થવા લાગ્યુ એટલે તે મૂર્તિને ત્યાંથી ન ઉઠાવતાં ત્યાં જ કાયમ રાખી અને મૂળનાયક તરીકે ભ॰ આદીશ્વરની ધાતુની નવી પ્રતિમા તૈયાર કરાવી. તેની સ૦ ૧૦૮૮ માં રાજગચ્છના આ વ માનસૂરિ વગેરે ચાર ગાના આચાર્યના કરકમલ વડે પ્રતિષ્ઠા કરાવી. ‘આબૂરાસ' (સ૦ ૧૨૮૯)માં જણાવ્યું છે કે—
' चहुं आयरियेहिं पइट्ठिय बहुभाव भरंत || '
તે દિવસે આભૂપત પર સોનાના સૂર્ય ઊગ્યા હતા. સત્ર આનંદ અને ઉલ્લાસ છવાયા હતા. મંત્રી વિમલ અને મહુ॰ શ્રીદેવીના દિલમાં હર્ષના મહેરામણ ઊછળતા હતા. તેમણે પ્રભુની પ્રતિષ્ઠા કરી અભિષેક કર્યાં. ગુરુમહારાજેને ભક્તિભરી અંજલિ આપી. આગ તુક સર્વ જનાનું ભાવભર્યું સ્વાગત કર્યું . યાચકને મેાંમાગ્યું દાન આપ્યું. એ દિવસ ધન્ય હતા. આવેલા સૌ પેાતે ગૌરવ અનુભવતાં હતાં અને સૌ
Jain Education International
૧૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org