________________
૧૮૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨
[ પ્રકરણ
મંત્રી વિમલે મહારાજા ભીમદેવ, આબૂરાજ ધંધૂક અને મેટા ભાઈ નેટની આજ્ઞા લીધી અને તે આબુ ઉપર આવ્યા. બ્રાહ્મણોએ અહીં જેન તીર્થસ્થાન કરવા દેવાને સખત વિરોધ કર્યો, તેથી વિમલે અઠ્ઠમ કરી અંબિકાનું સ્મરણ કર્યું. અંબિકાદેવીએ જણાવ્યુંઃ “અહીં પ્રાચીનકાળમાં (નંદિવર્ધનના સમયમાં) જૈનતીર્થ હતું. તે સવારમાં ચંપાના ઝાડ નીચે જ્યાં સાથિયે હોય ત્યાં ખેદકામ કરજે. સૌ સારાં વાનાં થશે.” મંત્રી વિમલે સવારે શુદ્ધ-પવિત્ર બનીને દેવીના જણાવ્યા મુજબ કર્યું. ચંપાના ઝાડ નીચે ખાડો ખોદતાં ભ૦ ઋષભદેવની પ્રાચીન પ્રતિમા નીકળી આવી. આ જોઈ બ્રાહ્મણે અંચબે પામી મૂંગા બની ગયા. પ્રાચીનકાળના જૈનતીર્થની સાબિતી સિદ્ધ થઈ એટલે વિરોધ કરી ન શક્યા, પણ જેનમંદિર માટે જમીન આપવા તેમની તૈયારી નહોતી. મંત્રીએ ધાર્યું હોત તો રાજસત્તાથી જમીન મફતમાં પડાવી શકત પણ તે જે રાજનીતિજ્ઞ હતું તે ધર્મનીતિજ્ઞ પણ હતો. ધર્મકાર્યમાં રાજસત્તાનો ઉપયોગ અનુ ચિત ગણાય એમ સમજીને મંત્રીએ બ્રાહ્મણોને જમીનના બદલામાં મેંમાગી રકમ આપવાનું પતે જણાવ્યું. બ્રાહ્મણેએ જણાવ્યું કે, તમે જમીન ઉપર સેનામહોરે પાથરે. જેટલી જમીનમાં સેનામહેરે પથરાય તેટલી જમીન તમારી અને સેનામહેરે અમારી.” વિમલે વિચાર્યું કે, મહેર ગેળ હોય છે તે પાથરતાં વચમાં જગા ખાલી રહેશે. મંદિરના કામમાં એટલી રકમ ઓછી આપવી તે ન્યાયયુક્ત નથી. તેણે તરત જ ચરસ સેનામહોરે તૈયાર કરાવી, તે પાથરીને તેના બદલામાં જમીન લીધી. એક મહોરના પચ્ચીસ રૂપિયાના હિસાબે ગણીએ તે આ જમીનના બદલામાં રૂા. ૪,૫૩,૬૦,૦૦૦ આપ્યા હશે એવું અનુમાન થાય છે. બ્રાહ્મણે તો એ રકમ લઈને ખુશ ખુશ થઈ ગયા અને વિમલ મંત્રીની ન્યાયવૃત્તિની વાહવાહ ગાવા લાગ્યા. બ્રાહ્મણો એ ધન લઈને બીજા નગરમાં જઈને વસ્યા. મંત્રી વિમલે આ જમીનમાં ૧૪૦ ફૂટ લાંબું અને ૯૦ ફૂટ પહોળું ૫૪ દેરીઓવાળું ભવ્ય જિનાલય બંધાવ્યું તથા જૈન શિલ્પ(ચિત્ર)શાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org