________________
૧૧૫
પાંત્રીસમું ]
આ ઉદ્દઘનસરિ ત્યાગ કર્યો. દેવને ધર્યા સિવાય ભેજન, ફળ, વસ્ત્ર વગેરે વાપરવાં નહીં. સચિત્તને ત્યાગ, માત્ર ૮ પાનની જયણું, રાતે ચઉવિહાર, ચોમાસામાં દૂધ, દહીં, તેલ, મીઠાઈ અને તળેલી વસ્તુઓ એ પાંચ વિગયને ત્યાગ, ચોમાસામાં ભાજપાનને ત્યાગ, પર્વતિથિએ બ્રહ્મ ચર્યપાલન, સર્વ સચિત્ત તેમજ સર્વ વિગઈઓના ત્યાગપૂર્વક એકાસણું કરવાનો નિયમ રાખે. (૮) સાત કુવ્યસનને ત્યાગ, દેશમાંથી કુવ્યસનને દેશવટે આપ્યો. (૯) સવાર-સાંજ સામાયિક કરવું, તેમાં સર્વથા મૌન રહેવું, માત્ર ગુરુદેવની સાથે બેસવાની છૂટ, હમેશાં વિતરાગસ્તોત્ર અને યોગશાસ્ત્રને પાઠ કરે. (૧૦) ચેમાસામાં પાટણથી બહાર જવું નહીં. (૧૧) પૌષધ-ઉપવાસ કરવા, પાટણમાં પૌષધ કરનારને સાથે લઈ ભેજન કરવું. રાજાને એક પૌષધમાં રાતે મકેડે કરડ્યો, તે મરી ન જાય તે ખાતર એટલી ચામડી ઉતારી મકડાને છૂટો કર્યો. (૧૨) નિર્ધન જેને બાર લાખને કર માફ કર્યો. આ હેમચંદ્રસૂરિની પિષાળના સામાયિક વગેરે કરનારાઓને ૫૦૦ ઘોડેસવારની અને બાર ગામના અધિપતિની પદવી આપી. બીજી પિલાળમાં સામાયિક આદિ કરનારાઓને ૫૦૦ ગામ આપ્યાં. સૌને શ્રાવકધર્મમાં સ્થિર કર્યા.
કહેવાય છે કે તે છેડા ભવ કરીને મોક્ષે જશે.
આ૦ હેમચંદ્રસૂરિએ કુમારપાલની વિનતિથી “ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર' (ગ્રંથાગઃ ૩૬૦૦૦) ચેલું છે.
(જૂઓ, ત્રિશ૦પુચ્ચ પ્રશસ્તિ) રાજા સમ્યક્ત્વની સ્થિરતા માટે જેન સાધુ માત્રને ઉત્સાહથી વંદન કરતો હતો. એક વાર તેણે એક વેશ્યા સાથે રહેતા વેશધારી પતિત જૈન સાધુને પણ વંકન કર્યું. નાડોલને યુવરાજ આ જોઈને હર્યો અને તેણે ગુરુદેવને આ વસ્તુ જણાવી. આચાર્યશ્રીએ રાજાને ઉપદેશ આપ્યો કે, સંયમવાળે મુનિ જ સાચે મુનિ છે માટે સંયમીને વંદન કરવું, પણ પતિતને વંદન કરવું નહીં. રાજાએ આ ઉપદેશ અંગીકાર કર્યો. બીજી તરફ તે ભ્રષ્ટ મુનિને તે રાજાના વંદનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org