________________
૧૧૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ લાભ જ થયું. તેને વિચાર આવ્યું કે, રાજ મને મુનિ માનીને વંદન કરે છે જ્યારે હું મુનિ નથી, પતિત છું, પ્રતિજ્ઞાભ્રષ્ટ છું, નાલાયક છું, પણ મારે આજથી સુધરી જવું જોઈએ. તેમણે આ પ્રમાણે વિચારી વેશ્યા, પાન તથા જેડા વગેરેને છોડી દીધા. ગુરુના ચરણમાં આવી વૈરાગ્યભાવથી ફરી વાર પાંચ મહાવ્રત સ્વીકાર્યા અને સાથે સાથે અનશન સ્વીકાર્યું.
તેમના દર્શન માટે સૌ આવવા લાગ્યા. રાજા પણ પિતાના અંતઃપુર તથા પરિવાર સાથે તેમને વાંદવા આવ્યા. મુનિવરે તેને હાથ પકડી તેને વાંદતાં રેડ્યો અને જણાવ્યું, “રાજન ! તું મારે ધર્મગુરુ છે, તે મને માર્ગે ચડાવ્યું. તારે નમસ્કાર મને ન પચે. તું માર્ગને જાણકાર છે. તે મારામાં સંવેગ ભર્યો છે માટે તું મને વંદન ન કર.”
રાજાએ તે મુનિરાજની મના હોવા છતાં તેમને ચડતા ભાવે વંદન કર્યું. - રાજાએ માંસને ત્યાગ કર્યો હતો. એક વાર તેને ઘેબર ખાતાં પહેલાં કરેલું માંસજન યાદ આવ્યું, આથી તેણે ઘેબરને સર્વથા ત્યાગ કર્યો અને ગુરુદેવ પાસે આવી માંસાહારથી પહેલાં બાંધેલ પાપની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત માગ્યું. આચાર્યશ્રીએ જણાવ્યું કે,
તારે પિતાના નામથી જેનવિહાર બનાવ અને ૩૨ દાંતની શુદ્ધિ માટે ૩૨ દેરાસર બંધાવવાં.” મંત્રી બાહડનું દેરાસર એવી અનુકૂળ ભૂમિમાં હતું. તે રાજાએ માંગી લીધું અને ત્યાં ભવ્ય કુમારવિહાર બંધાવવા આજ્ઞા કરી. મંત્રી બાહડે વાહડવંશના શેઠ ગર્ગના પુત્રની દેખરેખ નીચે કુમારવિહાર બંધાવ્યું. તેની ચારે બાજુએ સાત સાત હાથની ૩૨ દેરીઓ બનાવી, તેમાં મૂલનાયક તરીકે નેપાલથી મંગાવેલ ચંદ્રકાંત મણિની ૨૧ અંશુલ પ્રમાણ ભવ પાર્શ્વનાથની તથા ૩૨ દેરીઓમાં ૨૪ તીર્થકર, ૪ શાશ્વતા જિનવર અને ૪ હિણ, સમવસરણુ, ગુરુપાદુકા તથા અશેકવૃક્ષની ગુરુદેવના હાથે પ્રતિષ્ઠા કરાવી. ચંદ્રકાંત મણિની પ્રતિમા પૂનમની રાતે અમી ઝરતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org