________________
૧૧૪
જેન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પાલની વિગતવાર ધર્મચર્યા નીચે પ્રમાણે બતાવે છે
રાજા કુમારપાલે સમ્યક્ત્વ સહિત બાર વ્રતોનું સાત્વિક રીતે પાલન કર્યું. તે હમેશાં ત્રિકાલ પૂજા, આઠમ-ચૌદશે ઉપવાસ-પૌષધ, પારણે સેંકડે શ્રાવકને દાન, પિસહ કરનારને પારણું, દીન શ્રાવકને ૧૦૦૦ સેનામહોરનું સાધર્મિક દાન, એ રીતે ૧૪ સાલમાં ૧૪ કરોડ સોનામહોર આપી. ૯૮ લાખનું ઉચિત સાધર્મિક દાન, ૭૨ લાખનો સાધર્મિક કર માફ, રુદતીધન માફ, ૨૧ ગ્રંથભંડારો લખાવ્યા. હમેશાં ત્રિભુવનવિહારમાં સ્નાત્ર મહોત્સવ, આચાર્યને નિત્યદ્વાદશાવર્તવંદન, સકલ સાધુઓને નિત્યવંદન, પૌષધધારીનું બહુમાન, દાન, સન્માન, અઢાર દેશમાં અમારિ પાલન, ન્યાયઘંટાવાદન, ૧૪ દેશના રાજાઓ સાથે મૈત્રી, જીવરક્ષા, સાત તીર્થયાત્રાઓ કરી, ૧૪૪૪ દેરાસરે બંધાવ્યાં, ૧૬૦૦ દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો.
(૧) શ્રાવકના પહેલા વ્રતમાં—“મારિ” શબ્દ બેલાઈ જાય તે ઉપવાસ કરતે. (૨) બીજા વ્રતમાં–ભૂલથી જૂઠું બેલાઈ જાય તો તે આયંબિલ કરતે. (૩) ત્રીજા વ્રતમાં–અદત્તને ત્યાગ, મૃતધનને ત્યાગ. (૪) સં. ૧૨૧૬થી નવો વિવાહ કરવો નહીં. આઠ રાણીઓ મર્યા બાદ બ્રહ્મચર્ય પાળવું. મનથી ભૂલ થાય તે ઉપવાસ, વચનથી ભૂલ થાય તે આયંબિલ અને શરીરથી વ્રત ભાંગે તે એકાસણું કરવું. રાજા આરતીમાં રાણું પાલદેવીની મૂર્તિ રાખીને કામ ચલાવી લે. આ કારણે રાજા “પદારાસદર ” કહેવાતો હતો. ગુરુદેવે તેને વાસક્ષેપ નાખી રાજર્ષિ બિરુદ આપ્યું હતું. (૫) ૬ કરેડ સેનું, ૮ કરેડ તાર, ૧૦૦૦ ધડી મણિ-રતને, ૩૩ હજાર મણ ઘી, ૩૨ હજાર મણ તેલ, ત્રણ લાખ મુંડા જાર, ચોખા, ચણા, મગ વગેરે અનાજ, ૫૦૦ ઘર, ૫૦૦ દુકાન, ૫૦૦ સભા, ૫૦૦ વહાણ, ૫૦૦ ગાડાં, ૫૦૦ ગાડીઓ, ૧૧૦૦ હાથી, ૧૦૦૦ ઊંટ, ૧૧ લાખ ઘોડા, ૫૦૦૦૦ રથ, ૧૮ લાખની સેનાને પરિગ્રહ રાખ્યો હતે. (૬) ચોમાસામાં પાટણથી બહાર જવું નહીં. (૭) માંસ, દારુ, મધ, માખણ, બહુબીજ, પાંચ ઉદુંબર વગેરે અભક્ષ્ય, અનંતકાય અને ઘેબરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org