________________
જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તીર્થ પ્રસિદ્ધ જ હતું, તેમાં શ્રીઅનિકાપુત્રના નિર્વાણ થવાથી એ તીથને મહિમા વધી ગયે. ' સૂરિજીના મસ્તકની પરી તણાતી તણાતી આગળ વધી અને નદીમાં જ ક્યાંક અટકી ગઈ. કોઈ દેવી કારણથી પરી ભેદીને એમાં પાટલનું વૃક્ષ ઊગ્યું. તે વૃક્ષ ખૂબ ફાલ્યુલ્યું હતું. પાસે જ પાટલી ગ્રામ વર્યું હતું. ઉદાયીના નેકરે નવું નગર વસાવવા માટે સ્થાનની તપાસ કરતા કરતા અહીં આવ્યા ત્યાર તેમણે જોયું કે, પાટલ વૃક્ષ ઉપર બેઠેલું ચાસ પક્ષી મોટું ઉઘાડે છે કે તરત જ એના મુખમાં નાનાં નાનાં જીવડાં ઊડી ઊડીને ભક્ષ્યરૂપે આવી પડે છે. આ જોતાં તેમના મનમાં વસી ગયું કે આ
સ્થાનનું જ કંઈ મહત્તવ છે. આની જેમ જ અહીં વસેલા નવા નગરની ઉન્નતિ થશે. તેમણે ઉદાયી રાજાને આ વાત જણાવી અને મગધેશ ઉદાયીરાજે પાટલીગામના સ્થાને શુભ મુહૂર્ત નગર વસાવ્યું. એનું નામ પાટલીપુત્ર પાડયું. તેમણે પાટલીપુત્રમાં સુંદર વિશાલ જિનમંદિર બનાવ્યું હતું. (આ. નિ. હારિ. ટકા પૃ. ૬૮૮).
ઉદાયી પછી નંદવંશ, મૌર્યવંશ અને છેક અવનની રાજધાની બની તે પહેલાંના કાળ સુધી પાટલીપુત્ર રાજધાની રહ્યું છે. ચંદ્રગુપ્ત, અશક અને સંપ્રતિના સમયે તે પાટલીપુત્રને સૂર્ય મથાલે તપતે હતે. જેનવિહારે, બૌદ્ધવિહારે, વિદ્યાપીઠ, સંસ્કૃતિ અને કળાનાં કેન્દ્રધામો અહીં હતાં.
આ નગરનાં પુષ્પભદ્ર, પાટલીપુર, પાટલીપુત્ર, કુસુમપુર, અને પટણા એમ અનેક નામો મળે છે.
પાટલીપુત્રમાં મહાન શિયળશાલી ધર્માત્મા સુદર્શન શેઠ કે જેમને શૂળીનું સિંહાસન થયું હતું તે થયા છે. યુગપ્રધાન આચાર્ય શૂલિભદ્રજી પણ અહીં જ થયા છે. તેમનાં સમારકપ આજે વિદ્યમાન છે. વાચકવર્ય ઉમાસ્વાતિ મહારાજે અહીં જ તત્ત્વાર્થશાસ્ત્ર” રચ્યું છે. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીને તૂપ પણ અહીં બન્યાને ઉલેખ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org