________________
બીજું ]
આર્ય શ્રીજબૂરવાની - અહીં અત્યારે જેનાં ઘર થોડાં છે. પરંતુ સુંદર જિનમંજર છે, જેમાં પ્રાચીન કળામય સુંદર જિનમૂર્તિ વિરાજે છે અને નગર બહાર તપ પણ છે.
મગધસમ્રાટ શ્રેણિક મહારાજા શ્રેણિક મગધના સમ્રાટ હતા. તેમના પિતાનું નામ પ્રસેનજિત હતું. શ્રેણિક કુમારને બીજા પણ ઘણા ભાઈઓ હતા. રાજા પ્રસેનજિતે દરેક કુમારની ખૂબ ખૂબ આકરી પરીક્ષા પછી નક્કી કર્યું હતું કે મગધની ગાદીને માટે શ્રેણિક જ એગ્ય છે. એકવાર દરેક રાજકુમારને આયુધશાળામાંથી વિવિધ શસ્ત્રો લેવાનાં હતાં. આમાં ણિકની પસંદગી જુદી રીતે તરી આવી. તેણે “ભંભા” નામનું ઉત્તમ વાઘ લીધું. તેથી શ્રેણિકનું બીજું નામ સંભાસાર કે બિંબિસાર પણ મળે છે. શ્રેણિક કુમારવસ્થામાં પિતાજીથી રીસાઈને પરદેશ ગયા હતા ત્યારે બેન્નાતટમાં ત્યાંના શેઠની નંદા નામની પુત્રી સાથે એનું લગ્ન થયું હતું. તેનાથી એને અભયકુમાર નામે પુત્ર થયે હતો. રાજા થયા પછી શ્રેણિક ઘણી રાણીઓ પર હતું અને એને ઘણુ પુત્ર થયા હતા. - રાજા શ્રેણિક પહેલાં તે કોઈ ધર્મને માનતે હેતે પરંતુ અનાથી મુનિ નામના જૈન મહાત્માના સંસર્ગથી એને જેનધર્મ ઉપર શ્રદ્ધા થઈ હતી. પાછળથી રાણું ચલ્લણ કે જે વિશાલાના ગણરાજ્યના પ્રમુખ પરમહંત મહારાજા ચેડાની પુત્રી હતી, તેના પરિચયથી અને ભગવાન શ્રીમહાવીરસ્વામીના ઉપદેશશ્રવણથી તે ચુસ્ત જૈનધમી બન્યું હતું. પાછળથી તે તે એટલે બધે ધર્મશ્રદ્ધાળુ જેન થયે કે આ વિષયમાં આકરી કસોટી થવા છતાંય એની દઢતા ઠગી નહતી. એની રાણીઓ અને રાજપુત્રએ દીક્ષા લઈ જૈનધર્મને ખૂબ જ સુંદર રીતે પ્રચાર કર્યો હતો. રાજા શ્રેણિક પણ ભગવાન શ્રી મહાવીરસ્વામી
જ્યાં હોય તે દિશાના રોજ સમાચાર મેળવતો અને સુવર્ણના જવને સ્વસ્તિક બનાવી તે દિશા તરફ ધરતે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org