________________
બીજું]
આર્ય શ્રીજબૂસ્વામી પામીને સ્વર્ગ ગઈ. તેણે દેવ થયા પછી અવધિજ્ઞાનથી પિતાનાં બે સંતાને કે જે ભાઈ-બહેનરૂપે હતાં તેને પતિ-પત્ની તરીકે જોઈ, તેમને ઉપદેશ આપવા પુષ્પચૂલા રણને નરકનાં અને સ્વર્ગનાં દશ્ય બતાવ્યાં. કઈ ધમાચાર્યોએ આ દનું યથાર્થ વર્ણન ન આપ્યું. આખરે જૈનાચાર્ય શ્રી અનિકાપુત્રને પૂછતાં તેમણે શાસ્ત્રાધારે નરક અને સ્વર્ગનું હૂબહુ વર્ણન કરી બતાવ્યું. પુષ્પ ચૂલા આ સાંભળી પ્રતિબંધ પામી અને તેણે નરકથી ભય પામી પતિને સમજાવી તીક્ષા લીધી. પરંતુ દીક્ષાની રજા આપતાં રાજાએ શરત કરી હતી કે, “તારે અહીં જ રહેવું અને શિક્ષા પણ રાજમહેલમાંથી જ લેવી.” પુષ્પચૂલા સાધવી એ શરત પ્રમાણે જ વર્તતી હતી.
આ બાજુ આચાર્ય અગ્નિકાપુત્ર વૃદ્ધ થવાથી પુષ્પભદ્ર નગરમાં જ સ્થિરવાસ રહ્યા. પછી આ દેશમાં બાર વર્ષનો દુષ્કાળ પડવાને છે, એમ જાણે આચાર્યશ્રીએ શિષ્યને દેશાંતરમાં વિહાર કરા પુ૫ચૂલા સાધ્વીજી આચાર્ય મહારાજની ભક્તિ કરવા લાગ્યાં. એમાં એમને કેવળજ્ઞાન થયું. આચાર્ય મહારાજને આ વસ્તુની ખબર પડતાં પિતાને કેવળજ્ઞાન થતું નથી એ અંગે શેક કરવા લાગ્યા, ત્યારે પુ૫ચૂલાએ કહ્યું કે, “આપ ખેદ ન કરશો, ગંગા નદી ઊતરતાં આપને ઉપદ્રવ થશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આપ મોક્ષે જશે?”
આચાર્ય અનિકાપુત્ર એક દિવસે ગંગા નદી પાર કરવા હેડીમાં બેઠા. થોડે દૂર ગયા પછી પૂર્વભવના ઘેરી દેવે તેમને ઉપદ્રવ કરવા માંડ્યો. હેડી ડૂબવા લાગી એટલે બીજા લોકેએ સૂરિજીને નદીમાં ફેંકી દીધા. વૈરી દેવે નદીમાં જ તેમને શૂળી ઉપર પરોવી લીધા. આચાર્યશ્રી જીવદયા ચિંતવતાં શુકલધ્યાનમાં રહીને કેવળી થઈ ક્ષે પધાર્યા અને દેવતાઓએ તેમને નિવણમહોત્સવ કર્યો. તે સ્થાન પ્રયાગ તીર્થના નામથી પ્રસિદ્ધિ પામ્યું. શ્રી ઋષભદેવ ભગવાનના કેવળજ્ઞાનના સ્થાનરૂપે પ્રયાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org