________________
૭૫
બીજું]
આય શ્રોજબૂસ્વામી ઉપરથી નક્કી છે કે વીર નિવાણુ સંવત ૨૩માં દેવચંદ્ર નામના શ્રાવકે ભદ્રેશ્વરમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું મંદિર બનાવ્યું. તેમાંની મૂર્તિને વાસક્ષેપ ગણધર શ્રીસુધર્માસ્વામી કે તેમના શિષ્યના હાથે થયે હશે.
ગર્જરેશ્વર પરમાઈતપાસક મહારાજા કુમારપાળ અને દાનવીર જગડુશાહે પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે. મંદિરના થાંભલા ઉપર સંવત ૧૧૩૪ વૈ. સુ. ૧૫ શ્રીમાળીના જીર્ણોદ્ધારને લેખ છે. આ સિવાય અહીં તેરમી સદીના પૂર્વાર્ધના અને ચૌદમી સદીના ઉત્તરાર્ધ લેખે છે. ત્યાર પછી ભગવાન શ્રીપાશ્વનાથની પ્રતિમા કઈ આસમાની સુલતાનના કારણે એક બાવાના હાથમાં ચાલી ગઈ હતી. સંઘે સં. ૧૯૬૨માં મંદિરને જીર્ણોદ્ધાર કરી બાવાજી પાસે એ પ્રતિમાની માગણી કરી પરંતુ બાવાએ તે પ્રતિમાજી આપ્યાં નહિ એટલે સંઘે અહીં મૂળનાયક તરીકે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પ્રાચીન મૂતિને બિરાજમાન કરી છે. પછી તે બાવાએ પણ ભગવાન શ્રી પાર્શ્વ, નાથની પ્રતિમા સંઘને આપી એટલે સંઘે પાછળની દેરીમાં તેને પણ બિરાજમાન કરેલ છે, જે અદ્યાવધિ ત્યાં જ વિદ્યમાન છે.
આ મંદિરને વિ. સં. ૧૯૨૦માં જીર્ણોદ્ધાર થયો છે અને સં. ૧૦લ્માં પણ સમારકામ થયેલું છે.
ભારતવર્ષમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે. . આવો જ એક પ્રાચીન શિલાલેખ રા. બ, ગૌરીશંકર હીરાચંદ ઓઝાને ખડલીના એક બાવાજીને ત્યાંથી મળે છે, જે તેમણે અજમેર મ્યુઝિયમમાં ૨ખાવ્યા છે. એ તીર્થકર ભગવાનની નીચેની ગાદીનો ભાગ છે. તેમાં ખરાબ્દી ભાષામાં “વીરાજ મા .... તુ. રિતિય ... વા રિમઝિન... રિવિદ કવિમિ.” એ પ્રમાણે લખેલું છે. એટલે વીર ભગવાન પછી ૮૪ વર્ષે લખાયેલ આ શિલાલેખ છે. સંભવ છે કે ત્યાંનો આ શિલાલેખ મઝિમિકા એટલે હર્ષપરથી આવ્યું હોય. વિદ્વાને માને છે કે ઉપલબ્ધ શિલાલેખમાં આ શિલાલેખ સૌથી પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org