________________
બીજું]
આર્ય શ્રીજબૂસ્વામી વર સં- ૨૦ માં કેવળજ્ઞાન થયું અને વીર સં. ૬૪ માં મથુરામાં ૮૦ વર્ષની ઉંમરે નિર્વાણ થયું. એમની પાટે શ્રીપ્રભવસ્વામી આવ્યા.
આ સમયમાં રાજર્ષિ અવન્તીવર્ધન થયા છે. ભદ્રેશ્વર વગેરે તીર્થો સ્થપાયાં છે અને મહારાજા શ્રેણિકપુત્ર મહારાજા કેણિકને પુત્ર રાજા ઉદાયી અને શાનંદ વગેરે થયા છે.
રાજર્ષિ અવન્તીવર્ધન ઉજજેનના રાજા પ્રોતને પાલક અને ગોપાલ નામે બે પુત્રો અને વાસવદત્તા નામે પુત્રી હતી. ભ. મહાવીરસ્વામીના નિર્વાણ સમયે પ્રદ્યોત રાજા પણ મૃત્યુ પામ્યું એટલે તેની ગાદીએ પાલક બેઠ અને ગોપાલે ગણધર શ્રી સુધર્માસ્વામીના હાથે જિનદીક્ષા સવીકારી.
પાલકને ૧. અવન્તીવધન અને ૨. રાષ્ટ્રવર્ધન એમ બે પુત્રો હતા. પાલક વિ. સં. ૨૦ માં મૃત્યુ પામ્યો. તેની ગાદીએ અવન્તીવર્ધન . અવન્તીવર્ધને રાષ્ટ્રવર્ધનની પત્ની ધારિણીને પિતાની બનાવવા માટે રાષ્ટ્રવર્ધનને મરાવી નાખે. પરંતુ ધારિણીએ પરિસ્થિતિને સમજી લઈ કૌશામ્બીમાં જઈ જિનદીક્ષા લીધી, ધારિણી ગર્ભવતી હતી. તેણે એક બાળકને જન્મ આપે અને કૌશામ્બીના અપુત્રિયા રાજા અજિતસેને તે બાળક પટરાણુને આપી તેનું નામ મણિપ્રભ રાખ્યું. આ તરફ અવન્તીવર્ધને ભાઈને માર્યાનું પાપ કર્યું અને ધારિણી પણ મળી નહીં એટલે વૈરાગ્ય પામી આ. શ્રીજંબુસ્વામીના હાથે વિ. સં. ૨૪ લગભગમાં દીક્ષાને સ્વીકાર કર્યો. તેની પછી રાષ્ટ્રવર્ધનને પુત્ર અવન્તીષેણું ઉજજૈનની ગાદીએ આવ્યું અને રાજા અજિતસેનના મરણ પછી મણિપ્રભ કૌશામ્બીની ગાદીએ બેઠે. જો કે આ બંને ભાઈઓ એકબીજાને ઓળખતા ન હતા તેથી તેમાં યુદ્ધ જાહેર થયું અને અવન્તીષેણે સિન્ય સાથે આવી કૌશામ્બીને ઘેરે ઘાલ્ય. બરાબર આ જ પ્રસંગે સાદેવી ધારિણીએ ત્યાં આવી પોતાની અને બંને ભાઈઓની પરસ્પર ઓળખાણ કરાવી યુદ્ધ બંધ રખાવ્યું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org