________________
બીજું]
આર્ય શ્રીજબૂસ્વામી જબૂદ કુમારના પિતાજીએ આ સંવાદ સાંભળી. પિતાના વેવાઈને જઈને ખબર આપ્યા. એ વેવાઈઓએ પણ પિતાની પુત્રીઓને પૂછી જોયું. ઉત્તરમાં કન્યાઓએ પણ એક જ જવાબ આપ્યો કે, “અમારા પતિ તે જંબુ કુમાર જ છે. તેઓ જે માગે જશે એ માર્ગે અમે પણ જઈશું.“ કથા વીચ” માટે અમારું લગ્ન તે જંબૂ કુમાર સાથે જ થાય એ જ અમારી ઈચ્છા છે.” બસ, પછી તે લગ્નમુહૂત જેવાયું, ઘડિયાં લગ્ન લેવાયાં અને જંબૂકુમારનું ખૂબ જ ધામધૂમથી આઠ કન્યાઓ સાથે લગ્ન થયું. તેમાં સમુદ્રશ્રી, પ્રભશ્રી, પ્રભસેના અને કુબેરસેના આ ચાર કન્યાઓ જંબુકમારની દેવભવની સ્ત્રીઓ હતી. નભસેના, કનકશ્રી, કનકાવતી, અને જયશ્રી એમ બીજી ચાર કન્યાઓ હતી આ આઠ કન્યાઓ સાથે લગ્ન થયું. કન્યાદાનમાં એટલું બધું ધન આવ્યું કે ધનને ઢગલે કરે તો સેનાને ડુંગરો થાય. માતાપિતાએ પણ ખૂબ ધન વાપરી લગ્નોત્સવ ઊજળે. હવે એમને શાંતિ થઈ અને લગ્નના બંધનને પુત્ર જલદી ન તેડી શકે એમ એમણે માન્યું. પરંતુ એમની આ આશાઓ કેવી ઠગારી નિવડશે એ એમને ખબર ન હતી. રાત્રિ પડી એટલે કે સ્ત્રીઓ શયનગૃહમાં પહોંચી ગઈ અને જંબૂ કુમાર પણ શયનગૃહમાં ગયા.
વૈરાગ્યમૂર્તિ, અને પરમ શાંત સ્વભાવી જ બૂકુમારને જોતાં જ આઠે સ્ત્રીએ ઠરી ગઈ. જંબૂ કુમારની અવિકારી દષ્ટિમાં આત્મિક - પ્રેમની દિવ્ય તિ ઝળહળી રહી હતી. જંબુ કુમારના મુખારવિંદ ઉપર ઉજજવળ ચારિત્ર, યુદ્ધ બ્રહ્મચર્ય, સાત્વિકવૃત્તિ અને શાંતિની રેખાઓ અંકાઈ રહેતી નજરે પડતી હતી.
જબૂ કુમાર ફૂલ વરસાવતી મીઠી વાણીમાં હસતાં હસતાં - આઠે સ્ત્રીઓને કહ્યું “ભગિનીઓ ! અહીં નજીક આવે. આપણે થી અંતરની વાતો કરી લઈએ. એક બીજાનાં હદય વાંચીએ.
પહેલી એક વાત એ છે કે, એક વાર તમે બધાં લજા અને શરમના પડદાને દૂર કરો અને આપણું આત્મિક સગપણ સંભાળે. આવે, આપણે જૂનો સંબંધ તાજો કરીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org