________________
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ તારું સગપણ થયું છે. એને શું જવાબ આપીશું? સગપણ તેડાયા નહિ અને તું દીક્ષા લે પછી અમે દુનિયાને કઈ રીતે અમારું મેં બતાવીશું?”
પુત્ર – માતાજી! એ તે બધું થઈ રહેશે. હું બ્રક્ષાની પ્રતિજ્ઞા લઈને આવ્યો છું. એ તે પાળવાની જ છે. હું બીજાના ક્ષણિક આનંદ માટે અને ક્ષણિક સ્વાર્થ માટે આત્મકલ્યાણના માગથી પાછા વળું, એ તે બને એમ નથી. જે સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમમાં ઊગે તેય મારી પ્રતિજ્ઞામાં ફેરફાર નહિ થાય. બીજું આ જીવે અનંતકાળમાં અનંત જી સાથે અનંતીવેળા પુત્ર, માતા, પિતા, પત્ની, ભાઈ, બેન વગેરે અનેક સગપણે કર્યો છે. માટે આપણે કેની કેની સાથે કેટલા ભવ સુધી બંધન માનવામાં હતાં. માતાજી! તમે મને આપેલા સંસ્કાર અને શિક્ષણનું સાચું સુખ આત્મિક શતિમાં છે. શાશ્વત સુખ એ જ આત્મિક સુખ છે. આતે બધું ક્ષણિક સુખ છે, માટે મારે ક્ષણિક સુખ માટે નહિ, કિન્તુ આત્મિક સુખ માટે જ પ્રયત્ન કરે છે.”
આ સાંભળી માતાએ મનમાં વિચાર્યું કે, “ હવે આ પુત્ર અમારું કહ્યું માને તેમ નથી. પરંતુ એને પરણાવી દઉં તે માત્ર સ્ત્રીઓના કમળ જેવા મુખડાં, તેમનું હાસ્ય-પ્રેમ અને આંસુ આને રોકી શકશે. એટલે હવે વધુ કહ્યા સિવાય આને જલદી પરણાવી બંધનમાં બાંધી દેવો જોઈએ. મોટા બંધન તૂટી શકે પરંતુ અદશ્ય પ્રેમરંતુ તૂટી શકતું નથી. ખરેખર, પ્રેમરંતુ તેઓ કઠિન હોય છે.” આમ વિચારી આંખમાં આંસુ લાવી માતા પુત્રને સમજાવવા લાગી.
માતા –“બેટા ! જેવી તારી મરજી. પણ જેની સાથે તારું સગપણ કર્યું છે, તેમની સાથે તું લગ્ન કરી લે, પછી તારી મરજીમાં આવે તેમ કરજે. પછી વહુઓ જાણે અને તું જાણે”
બૂકુમાર:–“માતાજી! એમને કહેવરાવી દે, જંબૂ દીક્ષા લેવાને છે. કાલે દીક્ષા લેશે માટે વિચારીને જે કરવું હોય તે કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org