________________
બીજે 3
આર્ય શ્રી જંબુસ્વામી આનંદ કહેલ થતું રહેશે, તે ઘરની લક્ષમી બની રહેશે, એમને પુત્રો થશે, તેમને રમાડીશ, અને પુત્રના પુત્રોને પણ પરણાવીશું વગેરે વગેરે. આ કલ્પનાઓને એકદમ ભાંગીને ભુક્કો થઈ જતાં માતાને પારાવાર દુઃખ થયું. માતાપિતાએ પુત્રને રેકી રાખવા ઘણા પ્રયત્ન કર્યો પરંતુ જંબૂ કુમારે તે દરેકના સચોટ ઉત્તર વાળ્યા.
માતા–“બેટા! ઉઘાડે માથે અને ખુલે પગે વિચરવું, ટાઢ, તડકે, ઠંડી, ગરમી, વગેરેના દુખે સહેવાં, ભિક્ષા અટન કરવું, જમીન પર એક આસને સૂવું વગેરે કષ્ટ તારાથી સહન નહિ થાય. સાધુજીવન તારાથી પાળી શકાયું દુર્લભ છે. તે ઘરમાં રહીને સાધુ જેવું જીવન પાળજે, પણ અમને છેડીને ન જઈશ.”
જંબૂકુમાર –“માતાજી! આપની વાત વિચારવા જેવી છે પરંતુ આપ જાણે છે કે આવાં દુખે તે જંગલના પશુઓ પણ સહે છે. આ જીવે અનેક ભવમાં તમે કહો તેથીયે વધુ આકારાં દુઃખે સહ્યાં છે, એટલે આત્મકલ્યાણના અથને તો આવાં પોદગલિક દુખેની ગણના જ ન હાય.”
માતા–“બેટા! તારા પિતાની સામું તે જે. તારા દીક્ષાના વિચારો સાંભળી તેમનું મુખ કરમાયેલા માલતીના ફૂલ જેવું થઈ ગયું છે. તું એકને એક પુત્ર છે. તને ભણુ , ગણા, કુશળ બનાવ્યું. હવે તું એમને ભાર ઓછો કરી વેપાર ચલાવ, દુકાને સંભાળ અને એમને શાંતિ આપ.”
પુત્ર –“માતાજી! મારી તે ઈચ્છા છે કે એમને સાચી શાંતિ આપું અને હું શાંતિ મેળવું. દીક્ષા લેવાથી સદાની સાચી શાંતિ પ્રાપ્ત થશે. આ લક્ષમી ક્ષણભંગુર છે, ક્યારે કઈ રીતે જશે તેની કોઈનેય ખબર નથી.”
માતા –“બેટા! બોલવામાં તું મને નહિ જીતવા દે. પણ એ તો વિચાર કર, અહીંના આઠ ગૃહસ્થની આઠ કન્યાઓ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org