________________
E
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
સુધર્માસ્વામીએ કહ્યુ, “ બૂ! આ શુભ કાર્યમાં પ્રમાદ
ન કરીશ. ”
જ બ્રૂકુમાર ‘તથાસ્તુ' કહી ઘરે આવવા નીકળ્યો. તેના હૃદયમાં દીક્ષાની ભાવનાનાં પૂર ઊછળી રહ્યાં હતાં. દીક્ષા લીધા પછી આવી રીતે સંયમ પાળી આત્મકલ્યાણ કરીશ એમ તે વિચારી રહ્યો હતા અને ચાલતાં ચાલતાં નગરના દરવાજા પાસે આવી પહોંચ્યા ત્યારે જ બૂકુમાર જ્યાં દરવાજા નજીક આન્યા કે તે જ સમયે એક મેાટી પથ્થરની શિલા એની નજીકમાં જ આવી પડી અને મેટા અવાજ થયા. જંબૂકુમાર વિચારમાંથી જાગૃત થયા અને જોયું તે પાસે જ એક જબરજત પથ્થર આવી પડયો હતા. આ અકસ્માત ઘટનાથી તેને વિચારા આવ્યા કે જો આ પથ્થર માશ ઉપર જ પડચો હાત તા શું થાત? મૃત્યુને વાર ન હતી. શું મનુષ્યનુ આયુષ્ય આવું ક્ષણિક છે? અસ્થિર છે? તા પછી અહીંથી જ પાછા ફરી ગુરુદેવ પાસે જઈ પ્રથમ જાવજીવનું ચતુર્થ વ્રત લઈ આવું તેા ઠીક. જ ખૂકુમાર દરવાજેથી પાછા વળ્યો અને શ્રોસુધર્માસ્વામી પાસે જઈ બ્રહ્મચર્યવ્રત સ્વીકારી ઘેર આવ્યેા.
',
તેણે ઘેર આવી પાતાની દીક્ષા લેવાની મનાભાવના માતપિતાને જણાવી, અને “હું તેા બ્રહ્મચર્યંત્રત પાળવાની પ્રતિજ્ઞા લઈ ને આવ્યો છું” એ પણ જણાવ્યું. આ સાંભળી માતપિતાને બહુ જ દુ:ખ અને આશ્ચર્ય થયું. પિતાએ પુત્ર માટે માટી માટી આશાઆાના મહેલ બાંધી, રાજગૃહીમાં મેટા મોટા ધનકુબેરાની કન્યા સાથે જ બૂ કુમારનું સગપણ કર્યુ હતું, ત્યાંથી પહેશમણીમાં અઢળક ધન આવશે, કુમાર આવા વ્યાપારી થશે, અમારુ નામ કાઢશે અને પુત્રના પુત્રને હું રમાડીશ, પિતાએ આવી આવી ઘણીએ આશાએ દિલમાં સંઘરી રાખી હતી, પરંતુ પુત્રની વાત સાંભળી તેમના ઉપર જાણે દુઃખનું આલ તૂટી પડયુ. હાય એમ લાગ્યું. માતાને પશુ અનેક આશાએ હતી. શ્રીમંતાના ઘરની અપ્સરા જેવી કન્યાએ ઘરમાં આવશે, હીરા અને માત્તીના દાગીનાએથી ઘર અજવાળશે, રૂમઝુમ પગલે ઘરમાં ફરશે, ઘરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org