________________
પહેલું], ગલુધિર શ્રીસુધર્માસ્વામી
૬૧ પ્રતિમા બનાવી સિધુ સૌવીર દેશના રાજા ઉદાયીની પાસે પહોંચતી કરાવી હતી. રાજા તેની ત્રિકાળ પૂજા કરતા હતા. એક દિવસે માલવરાજ ચંડપ્રોત તેની અતિશય રૂપાણી સુવર્ણગુલિકા નામની દાસી તથા આ પ્રતિમાને હરીને ઉજજૈન લઈ આ. જે કે ઉદાયી રાજાએ અહીં આવી ચંડપ્રદ્યોતને હરાવી પાંજરામાં પૂરી આ પ્રતિમાને લઈ જવા પ્રયત્ન કર્યો કિન્તુ અધિષ્ઠાયક દેવે લઈ જવાની મના કરી. આથી ઉદાયીએ તેને ત્યાં વિદિશામાં જ રાખી અને પછી વીતભયનગર ચાલ્યો ગયો. તેણે ચંડપ્રદ્યોતને સાથ એક બધુ જાણી માલવાનું રાજય આપી પચ્ચેથી જ પાછા રવાના કરી દીધું હતો. ચંડ પ્રદ્યોતે વિદિશામાં આવી ત્યાં બ્રાજિલ શ્રાવકના નામથી શહેર વસાવ્યું અને તેની વ્યવસ્થા માટે બાર હજાર ગામ આપ્યાં ત્યારથી આ તીથ કવિતસ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આર્ય મહાગિરિ અને આર્ય સુરિયતસૂરિ અહીં યાત્રા માટે અનેકવાર પધાર્યા હતા. આ પ્રતિમાને વરઘોડે ઉજજૈનમાં પણ ફેરવવામાં આવતો હતો. આવાં કારણેથી આ તીર્થ પ્રાચીન ગણાય છે.
(“આઘનિયુક્તિ ગાથા ૧૧૯ ) * આ સિવાય નાંદિયા, નાણું, દિયાણુ, બામણવાડ, મુંડસ્થલ અને ભિન્નમાલમાં ભગવાન શ્રી મહાવીરસ્વામી પધાયને અને જીવિતસ્વામીની પ્રતિમા હોવાની લોકપ્રવાદ છે. સંભવ છે કે જેનાચા શંકરાચાર્યના અત્યાચારથી પૂર્વ દેશ છોડીને આ તરફ આવ્યા ત્યારે તેઓએ ત્યાંની અતિ પ્રાચીન જિન પ્રતિમાઓને આ સ્થાને લાવી બેસાડી હશે. લોકપ્રવાદમાં કઈક સાપેક્ષ તથ્ય હશે, જેને ઐતિહાસિક ઊકેલ મળતો નથી. દિયાણુ, નાદિયાની પ્રતિમાઓ એકદમ પ્રાચીન શિલ્પને નમૂનો રજૂ કરે છે જ, મુંડસ્થલમાં વિરજન્મથી ૩૭મા વર્ષે ભગવાન અહીં વિચર્યા હતા ત્યારે રાજા પુણ્યપાલે (નૂનપાલે) ગણધર શ્રીકેશીસ્વામીની પાસે ભગવાન શ્રી મહાવીરસ્વામીની અહીં પ્રતિષ્ઠા કરાવી એ વિ. સં. ૧૪રને સંસ્કૃતમાં ઉતારેલે લેખ મળી આવે છે. અંચલગચ્છીય આચાર્ય મહેન્દ્રસૂરિજી પણ આ ઘટનાને સાચી હોવાનું લખે છે. આ સિવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org