________________
જેન પરંપરાને ઇતિહાસ [ પ્રકર, થનાં ઉપરનાં બીજાં તીર્થોમાં વિક્રમની બારમી, તેરમી અને ચૌદમી સદીના શિલાલેખો છે. ગમે તે હોય પણ આ ભૂમિ વિશેષ પ્રાચીન તથભૂમિઓ છે.
પ્રયાગ–મહર્ષિ અર્શિકાપુત્રના નિર્વાણ સ્થાનથી પ્રયાગ તીર્થરૂપ થયું. અહીં ભગવાન શ્રીષભદેવજીને કેવળજ્ઞાન થયું હતું મુનિવર અર્શિકાપુરાની પરી નદીમાં તણાતી જ્યાં સ્થિર થઈ ત્યાં જ પાટલનું વૃક્ષ ઉગવાથી પાટલીપુત્ર નામે નગર વસ્યું.
પાવાપુરી–ભગવાન મહાવીરસ્વામીની આ નિવગુજમિ છે. ત્યાં ભગવાનના ચોમાસાના સ્થાને ગામમાં ભવ્ય જિનાલય છે. સમોસરણના થાને ખૂ૫ છે, અગ્નિસંસ્કારના સ્થાને ચોરાશી વીવાનું પાણીથી લહેરાતું તળાવ છે અને તેની વચ્ચે જળમંદિર છે. જળમંદિરની પાળ ઉપર પણ સસરણને સ્તૂપ અને જિનમંદિર છે. ભગવાનના અગ્નિસંસકારના સ્થાને કા રાખ વગેરે લઈ ગયા એટલે માટે ખાડે પડયો અને રાજ નંદિવર્ધને તેને સારી રીતે ખેદાવી જળમંદિર બનાવી તેમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી ગણધર શ્રીગૌતમસ્વામી અને ગણધર શ્રીસુધર્માસ્વામીની નાની પાદુકાઓ સ્થાપિત કરી.
મંદિરને છદ્ધાર કરતાં પાયામાંથી અઢી હજાર વર્ષની પુરાણું મટી ઈટે નીકળી હતી.
આ મંદિરમાં જિનપ્રતિમાઓ પણ રાખવામાં આવતી હતી.
આજે ભગવાન શ્રીમહાવીરસ્વામીની ચરણપાદુકા પર પાંચ લાખ રૂપિયાની રતનજડિત મનહર આંગી છે. જળમંદિર એ અપૂર્વ શાન્તિનું ધામ છે. જીવંત તીથ છે. ભગવાન શ્રી મહાવીરસવામીએ પ્રથમ સંઘ સ્થાપના પણ આ પાવાપુરીમાં કરી હતી. ગામનું અસલ નામ તે અપાપાપુરી હતું, પરંતુ ભગવાનનું નિવોણ થવાથી પાવાપુરી નામ પડેલું છે. આજે તે ગામ પાવા અને પુરી એમ બે વિભાગમાં વહેંચાઈ ગયું છે.
બિહારના ગુણાયા તીર્થમાં અને ગુજરાતના પાનસરતીર્થમાં પાવાપુરી–જલમંદિરનાં સ્થાપના તીર્થો બન્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org