________________
પહેલું] ગણધર શ્રીસુધર્માસ્વામી હતા. અહીં જિનાલયે છે. રાજગૃહી પાસે જ વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સ્વર્ણગિરિ અને વૈભારગિરિ એ પાંચ પહાડીઓ છે, જેની ઉપર ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી અને ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનેક શ્રમણએ ધ્યાન સાધના કરી હતી. આજે એ પાંચે પહાડ તીર્થરૂપ છે. પાંચે સ્થાનેમાં દેરી છે. વિપુલાચલમાં અર્ધમત્તા મુનિ મોક્ષે ગયા હતા. વૈભારગિરિ પર ભગવાન શ્રી મહાવીરસ્વામી સમેસર્યા હતા. તેમના ૧૧ ગણધરે આ પહાડ પર નિવાણ પામ્યા હતા. ધન્ના શાલિભદ્ર વગેરે અનેક મુનિવરોએ પણ આત્મકલ્યાણ કર્યું. અહીં પાંચ ટૂકે છે. દરેક ટૂંકમાં જિનાલયે છે. બીજી ટૂંક પર દેરીમાં ધન્ના શાલિભદ્રની પ્રતિમા છે. પાંચમી ટૂંક પર શ્રીગૌતમસ્વામીનું મંદિર છે. જેમાં ગણધરની પાદુકાઓ છે. એ રીતે આ સિદ્ધક્ષેત્ર ગણાય છે.
નાલંદાપાડે અને ગુણાયાજી પણ ભગવાન શ્રી મહાવીરવામીની ઉપદેશભૂમિઓ છે.
ગજપદતીર્થ—આ દશાણું દેશનું તીર્થ છે. તેમાં દશાણપુર નગર હતું, જેનું બીજું નામ એલક૭ (એલગચ્છ, એકાક્ષપુર) હતું. તેની પાસે દશાર્ણકૂટ પર્વત છે. ભ૦ મહાવીર સ્વામી ત્યાં સમોસર્યા ત્યારે રાજા દશાર્ણભદ્ર વંદનઉત્સવ વિકઓં, જેને જોઈ દશભટ્ટે નિરભિમાન ભાવ ધરી જિનદીક્ષા લીધી દશાણુટ ઉપર રાવણ હાથીનાં પગલાં પડ્યાં હતાં તેથી તે કૂટનું બીજું નામ “ગજાગ્રપદ' થયું. આર્ય મહાગિરિજી જેઓ આર્ય સુહસ્તિસૂરિના ઉપાધ્યાય હતા તેઓ પાટલીપુત્રમાં વસુભૂતિ શેઠની ભક્તિમાં અનૈષણા દેષ સમજી વિદિશામાં જીવિતસ્વામીની પ્રતિમાને વાંધી ગજાવ્યપદમાં યાત્રા માટે પધાર્યા, અને ત્યાં અનશન કરી આવી ગયા ને દેવ થયા.
(આ. નિ. ગા. ૧૨æ, હારિ. વૃત્તિ પૃ. ૨૭૦) આ સ્થાન માટે બે કલ્પનાઓ થઈ શકે છે. ૧ દશાર્ણપુર, એલકછપુર, એલર, એલુર, ઈલેરા, ગજાગ્રપદ, એડક૭, એલકપુગિરિ, એલુરગિરિ, લેરગિરિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org