________________
પહેલું]
ગણધર શીસુધર્માસ્વામી | મુમારગિરિ-કુમારગિરિ અને કુમારીગિરિ પર કલિંગરાજ સુચનરાય અથવા શોભનાયે પાંચ ગુફાઓ કેતરાવી હતી અને જિનાલય બનાવ્યું હતું. આ બંને તીર્થો “શત્રુંજયાવતાર” અને “ઉજજયંતાવતાર તરીકે પણ પ્રસિદ્ધ હતાં. જે આજે ભુવનેશ્વરથી પાંચ માઈલ પશ્ચિમે ઉદયગિરિ અને ખંડગિરિ તરીકે પ્રસિદ્ધ છે, તેની ઉપર ૩૦ જેન ગુફાઓ છે. તેમાં ૨૪ તીર્થકરો ૨૪ દેવીઓની મૂર્તિઓ છે.
જગન્નાથપુરી--વિશાલાનગરીને યુવરાજ શોભનકરાય કેણિકચેટકના યુદ્ધ પછી કલિંગમાં પોતાના સસરાને ત્યાં આવી રહ્યો અને સસરાની પછી તે કલિંગનો રાજા બન્યું. તે પરમ જેન હતે. તેણે પોતાની રાજધાની પાસે પુરીમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હતું અને તેમાં ભગવાન શ્રીપાશ્વનાથની પ્રતિમા બિરાજમાન કરી હતી. “પુરીમાં છૂતાછૂત નહિ” એ લક્ષણવાળા સાધર્મિક વાત્સલયે આ તીર્થને જગપ્રસિદ્ધ બનાવ્યું હતું. અને લેકે પણ તેને જગન્નાથજી તરીકે ઓળખતા હતા આચાર્ય વા. સ્વામી બાર દુકાળીમાં શ્રીસંઘને લઈ અહીં આવ્યા હતા. ત્યાર બાદ શંકરાચાર્યને અત્યાચારથી જૈનધર્મ આ પ્રદેશમાંથી હઠી . એટલે એ તીર્થ શવતીર્થ બની ગયું છે. છતાંય એ તીર્થની પ્રાચીન પ્રતિમા આજે પણ ત્યાં તે અસલી સ્વરૂપમાં જ વિદ્યમાન છે. જો કે દર બાર બાર વર્ષે તેની ઉપર લાકડાનું પેલું ચડાવવામાં આવે છે, અને ખભા ઉપર બે હાથ જોડી દેવામાં આવે છે. કિન્ત તેના નીચેના બે હાથે તે ધ્યાનસ્થ મુદ્રામાં જ રાખવામાં આવે છે. અમદાવાદ વગેરેમાં જગન્નાથજીને વધેડે નીકળે છે તેમાં જગન્નાથજીની ત્રણ મૂર્તિઓની આકૃતિ એવી સંદિગ્ધ બનાવવામાં આવે છે કે “આ જિન પ્રતિમાઓ છે” એમ રખેને કોઈ જાણે જાય. જગન્નાથજી એ પ્રાચીન જૈનતીર્થ છે. આજે જેનો અને સોનીને તેમાં પ્રવેશ કરવાની સાફ મના છે.
(“ઓનિયુક્તિ ગાથા ૧૧૯, જૈન સત્ય પ્રકાશ ક્રમાંક: ૭૭)
ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર શ્રી સુધર્માસ્વામીના સમયનાં તીર્થો નીચે પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org