________________
જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ચારૂપ–ચારૂપ પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ અને પાટણના નેમિનાથ એ ત્રણે પ્રતિમાઓ પણ પ્રાચીન છે.
કોઈ–આ તીર્થ પણ શંખેશ્વરનું સમકાલીન તીર્થ છે. તેના અનેક જીર્ણોદ્ધાર થયા છે. તપગચ્છના આ શ્રીવિજયસેનસૂરિના ઉપદેશથી છદ્ધાર તથા અંજનશલાકા ઉત્સવ કર્યો હતે. સં. પાટણના શ્રીસંઘે જણે દ્વાર કશ. સં. ૨૦૦૩ મહા સુદિ પૂનમે શેઠ લાલભાઈ લદા વગેરે સમિતિએ છેલ્લે જીર્ણોદ્ધાર કરાવ્યું છે. મૂળનાયક તરીકે શ્રીમનાહન પાર્શ્વનાથ બિરાજે છે. A બદરી પાર્શ્વનાથ–અષ્ટાપદ તીર્થ અદૃશ્ય થયા પછી આ તીર્થ હયાતીમાં આવ્યું હોય એવી કલ્પના થાય છે. અહીં વિશાળ જિનાલય પણ હતું, જેમાં ચોવીસે તીર્થકરની પ્રતિમાઓ હતી. શંકરાચાર્ય પછી આ તીર્થ નારાયણ તીથ બન્યું છે. એક મહંતને એકવાર સ્વપ્નમાં ૨૪ જિન પ્રતિમાઓનાં દર્શન થયાં અને તે અનુસાર શેાધ કરતાં તેને એક પરિકરવાની પ્રતિમા મળી આવી, જે આજે બદ્રીનારાયણના મંદિરમાં વિદ્યમાન છે, જેના અસલી સ્વરૂપના ફટાઓ મળે છે. વળી તેનાં કેટલાંક ચિત્રમાં ચાર હાથ પણ બતાવવામાં આવ્યા છે, જે કરિપત છે. લેકેને ચતુર્ભુજની શમણામાં નાખવા માટે એ બતાવવામાં આવે છે. તેમાં પણ બે હાથ તે ધ્યાન મુદ્રાવાળા જ હોય છે. મંદિરની રચના, શિલ્પ અને દરવાજે જેનશેલીનાં છે. ગભારો કેરી નાંખી ઢમંડપને રંગમંડપ બનાવ્યો છે. પ્રતિમ રા ફૂટ ઊંચી છે. મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર ક્ષેત્રપાળ છે. પૂજારીએ જેન ભોજક હતા જે હાલ ગંધર્વ બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે.
આ મંદિરમાં જેને પ્રવેશ ન કરે તે માટે સખત તકેદારી રાખવામાં આવે છે. ઋષિકેશના મંદિર સામે વડ નીચે ખંડિત જેન પ્રતિમાઓ છે. કેદારમાં પણ કેદાર પાર્શ્વનાથનું મંદિર હતું. હાલ ત્યાં પણ વસ્ત્ર અને હારના ચિહ્નવાળી એક જિનપ્રતિમા છે.
(જૈન સત્ય પ્રકાશ, ક્રમાંકઃ ૩૭.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org