SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ મંત્ર સાંભળે. તેના પ્રભાવે સિંહલમાં રાજકુમારીનું પદ મળ્યું છે, એમ અવધિજ્ઞાનથી જાણ અહીં આવી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. ત્યારથી આ તીર્થનું બીજું નામ સુદર્શના વિહારશકુનિકા વિહાર, યાને સમળી વિહાર તરીકે જાહેર થયું. આ તીથી અનેક તેફાનેમાંથી પસાર થયું અને જેનાચાર્યોએ તેની રક્ષા કરી આ કલહંસસૂરિએ અજેનેને સંતુષ્ટ કર્યા અને પછી મહાસજા સંપ્રતિએ છદ્ધાર કરાવ્યું. વીર સં. ૩૦૦ લગભગમાં વ્યંતરેએ ઉપદ્રવ કર્યો અને શ્રીશ્યામાચાયે તેની રક્ષા કરી. વીર સં. ૪૮૪ માં બૌદ્ધો અને અંતરેએ ધમાલ કરી ત્યારે આર્ય ખપટાચાર્યે તેની રક્ષા કરી. વીર સં. ૮૪૫ માં શત્રુ રાજાએ ભરૂચ પર હલ કર્યો પણ દૈવી સહાયથી તે બચી ગયું. વીર સં. ૮૮૪માં બૌદ્ધોએ તેને કબજે કર્યો પણ આ૦ મત્વવાદીએ આ તીર્થની રક્ષા કરી. એકવાર અંકલેશ્વર તરફથી પવન ફુકાય ત્યારે નગરવાહમાં ભરૂચ ભસ્મીભૂત થયું. જિનમંદિરો પણ બળી ગયાં. માત્ર ભગવાન શ્રીમુનિસુવ્રતસ્વામીની પ્રતિમા બચી ગઈ. આ વિજયસિંહસૂરિએ ભરૂચમાંથી જ પાંચ હજારની રકમ એકઠી કરી લાકડાનું મંદિર કરાવ્યું. સં. ૧૨૧૩ પછી વ્યતરે મંત્રી આભટના જીર્ણોદ્ધારમાં વિક્ત નાખ્યું. કળિકાળસર્વશ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ તે વિને હઠાવી તીર્થરક્ષા કરી, અને તેમણે જલાર કરાવી પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યાર પછી મુસલમાનોના ધમધ હુમલાથી આ તીર્થ નાશ પાચ્ય અને નવેસરથી તીર્થની રચના કરવામાં આવી. તીર્થનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન આજે શ્રીસંઘના મંદિરમાં બિરાજમાન છે. આ તીર્થ પ્રાચીન છે તેથી જગચિંતામણિ ચેત્યવંદનમાં આ તીર્થને માત્ર હિં મુrિgaણ એ જયશેષ આલેખાય છે. આજે ભરૂચમાં ૯ દેરાસરો છે. અજારા-સૂર્યવંશી રઘુરાજાના પુત્ર અજયપાળે અસાધ્ય રાગની પીડાથી રાજ્ય છેડી શત્રુંજ્યની ચાત્રા કરી, દીવમાં આવી વસવાટ કર્યો એ અરસામાં રત્નસાર નામના વ્યાપારીને સમુદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy