________________
પહેલ ]
ગણધર શ્રોસુધર્માસ્વામી માંથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા મળતાં તેણે એ પ્રતિમા લાવી અજયપાળને આપી. અજયપાળ પણ એ પ્રતિમાના ન્હાવણ જળથી છ મહિનામાં નીરોગી થયે. એટલે તેણે ત્યાં અજયનગર વસાવ્યું અને જિનાલય બંધાવ્યું. તેમાં તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી મંદિરના નિર્વાહ માટે ૧૨ ગામ આવ્યાં. ત્યારથી અજારા પાશ્વનાથ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું છે.
રાજા અજયપાળ પછી અનુક્રમે અનંતરાય, દશરથ અને રામચંદ્રજી વગેરે રાજાઓ થયા.
- ત્યાર પછી આ તીર્થના અનેક જીર્ણોદ્ધાર થયા. સં. ૧૩૪૩ મહા વદિ ૨ ને શનિવારે અહીં ચિન્તામણિ પાશ્વનાથની પ્રતિષ્ઠા થયાને લેખ મળે છે. વળી સં. ૧૯૬૦માં વિશાખ સુદ ૩ ને મંગળવારે હિણી નક્ષત્રમાં તપગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિની વિલમાનતામાં ઉનાના વતની શ્રીમાળી કુંઅરજી જીવરાજ દોશીએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. આ ચોક્રમે ઠાર હતે એમ તે લેખ ઉપરથી નક્કી થાય છે. પ્રાચીન જિનમંદિરને ટીલે અજયપાળના એતરા તરીકે પ્રસિદ્ધ છે, જેમાંથી ખેદકામ કરતાં ઘણું જિનપ્રતિમાઓ, શાસનદેવદેવીની મૂર્તિઓ મળી આવે છે. તેમાંની કેટલીક પ્રતિમાઓ ઉપર સં. ૧૩૨૩, સં. ૧૩૪૩ વગેરેના શિલાલેખે મળ્યા છે. મંદિરમાં જ સં. ૧૦૧૪ને ઘંટ, સં. ૧૩૨૩ના કાઉસગિયા, સં. ૧૩૪૩ના શ્રી પાર્શ્વનાથ, સં. ૧૯૬૭ની છણેહારની તકતી, સં. ૧૯૭૮નું દેવગુરુ પાદુકાચક વિદ્યમાન છે. અહીં એક વિચિત્ર જાતની વનસ્પતિ થાય છે જે અનેક રોગોની શાંતિ કરાવે છે. આ સ્થળ એકાંતમાં છે અને તેનું વાતાવરણ શાન્તિપૂર્ણ છે. I (“ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ ભા. ૧, લેખે-૧૧૧થી૧૧૫) - અહિ છત્રા-ભગવાન શ્રી પાર્શ્વનાથ છઘણાવસ્થામાં ધ્યાન કરી ઊભા હતા ત્યારે ધરણેન્દ્ર ત્યાં આવી ભગવાનની ઉપર ત્રણ દિવસ સુધી ફણાનું છત્ર બનાવી ભગવાનની ભકિત કરી હતી. ત્યાં જનતાએ એક નગર વસાવ્યું અને ભગવાનની પાદુકા તથા મૂત્તિનું સ્થાપન કર્યું, જેનું નામ અહિછત્રા તીર્થ પડયું. આ સ્થાન અત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org