________________
૪૮
જેન પરંપરાને ઇતિહાય [ કારણ શત્રુંજય તીર્થ–ભગવાન શ્રીકૃષભદેવજી નવાણું પૂર્વ વાર અહીં પધાર્યા. ગણધર પુંડરીકસ્વામી, દ્રાવિડ, વારિખિલજી વગેરે કરાડે મુનિઓ અહીંથી મુક્તિ પામ્યા. શ્રીરામચંદ્રજી, પાંડ અને શૈલકકુમાર વગેરેએ પણ અહીં તપ કરી મોક્ષ મેળવ્યું. ભગવાન શ્રી અજિતનાથ તથા ભગવાન શ્રીશાન્તિનાથ અહીં ચોમાસુ રહ્યા અને બીજા પણ અનેક જીવોએ અહીં પોતાનું આત્મકલ્યાણ કર્યું. આ રીતે આ શત્રુંજયગિરિ પ્રાચીન કાળથી મહાન તીર્થ ભૂમિ રહી છે.
ગિરનાર તીર્થ, તાલધ્વજગિરિ, શિહેર પાસેની માદેવા સ્ક, ગિરનાર પાસેની ચંદ્રગિરિ ગુફા વગેરે પણ શત્રુંજયની ટૂં ગણાય છે. - ગિરનાર–ભગવાન શ્રી નેમિનાથની કેવલજ્ઞાનભૂમિ અને નિર્વાણભૂમિ, જે શત્રુંજયની ટૂંક તરીકે પણ પ્રાચીન તીર્થ છે.
ગિરનાર પાસેનું કોડીનાર પણ અંબીકાદેવીની ભૂમિ હેઈને તીર્થરૂપ છે.
પ્રભાસપાટણ તીથ–ભગવાન નેમિનાથજી મોક્ષે ગયા તે સાંભળી પાંચ પાંડેએ પણ શત્રુંજયગિરિ ઉપર અનશન સ્વીકાર્યું અને કેવળી થઈ મોક્ષ પ્રાપ્ત કર્યું. તે પાંડવોના વંશમાં પાંડુષેણ રાજા થયે. તેને મતિ અને સુમતિ નામના બે પુત્રો હતા. તેઓ વહાણમાં બેસી જળમાર્ગે સૌરાષ્ટ્રમાં ગિરનાર તીથની યાત્રા માટે આવતા હતા, ત્યારે અકસ્માત સમુદ્રમાં તોફાન ઊઠયું. બીજાઓ તે સકંદ, રુદ્ધ વગેરેને વિનવવા લાગ્યા. પરંતુ આ બંને કુમારેએ તે ધીરજ રાખી સંસારની વિચિત્રતા ભાવતાં ભાવતાં પિતાના આત્માને સંયમભાવમાં સ્થિર કર્યો. થોડીએક ક્ષણમાં વહાણ તૂટયું. આ બંને કુમારે શુદ્ધ સંયમભાવમાં હતા તે કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા. સમુદ્ર તે બંનેનાં શરીરને હાની સમુદ્રક મૂક્યાં. દેએ ત્યાં નિવણઉત્સવને પ્રકાશ કર્યો અને ત્યાં પ્રભાસતીર્થ સ્થપાયું. (આ નિ ગાથા ૧૩૦૧ની ટીકા)
.. :
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org