________________
ગણધર સુધમાં સ્વામી દેવની નાની પ્રતિમા બનાવી આ સિંહનિષદલાની બહાર બેસાડી હતી, જે પ્રતિમા આજે કુલ્પાજીમાં માણેકસ્વામી તરીકે બિરાજમાન છે.
(આ. શ્રુ ૨ નિ. ૩૩૨, ઉર અ. ૧૦, ૨૯) તક્ષશિલા–ભગવાન શ્રીહષભદેવ છદ્મસ્થાવસ્થામાં તક્ષશિલામાં પધાર્યા હતા અને બીજે દિવસે સવારે જ ત્યાંથી બીજે વિહાર કરી ગયા હતા. ભગવાનને બીજો પુત્ર અતિબલિષ્ઠ બાહુબલિ ત્યાંને રાજા હતા. તે બીજે દિવસે સવારે લગવાનને વંદન કરવા આવ્યું, પરંતુ પ્રભુને ત્યાં જોયા નહિ એટલે બહુ જ દુઃખી થયા. આથી તેણે જે સ્થાને ભગવાને ઊભા રહી માન કર્યું હતું અને જ્યાં ભગવાનનાં ચરણોની આકૃતિ પડી હતી ત્યાં ધર્મચકની સ્થાપના કરી. આ રીતે ત્યાં ધર્મચક તીર્થની સ્થાપના થઈ હતી. સમ્રાટ સંપ્રતિએ અહીં પિતાના દર્શન માટે જિનવિહાર બનાવ્યું, જે સ્થાન આજે તક્ષશિલાના ખંડેરામાં કુણાલ સ્તુપ તરીકે વિદ્યમાન છે. વિક્રમની આઠમી સદીમાં તક્ષશિલાને ભંગ થયે. તે પછી કાળના બળે જેનું પરિબળ ઘટવાથી ધર્મચક બોદ્ધોના હાથમાં ગયું હતું અને બોદ્ધો તેને ચંદ્રપ્રભ બાધિસત્વ તરીકે ઓળખતા હતા. પ્રસિદ્ધ ચીની યાત્રી હ્યુએનત્સાંગ તક્ષશિલામાં આવે ત્યારે ચંદ્રપ્રભા બેધિસત્વ તીર્થરૂપે વિદ્યમાન હતું. ત્યારપછી ફરી તક્ષશિલા ભાંગી.
આજે પાકીસ્તાનમાં રાવલપીંડીની ઉત્તરે લગભગ ૨૨ માઈલ પર તક્ષશિલાના વંસાવશે એ વિશાળ ભૂમિમાં પથરાયેલાં વિદ્યમાન છે. સમ્રાટ સંપ્રતિએ કરાવેલ જિનવિહાર આજે ત્યાં “શિકાપ” વિભાગમાં કુણાલ સ્વપ તરીકે પ્રસિત છે.
રથાવતગિરિ–આ સ્થાન દક્ષિણમાં હતું, જેની નેધ “આચારાંગ નિર્યુકિત'માં મળે છે. આર્ય વજાસ્વામીએ ત્યાં જઈ અનશન કર્યું હતું.
(આચારાંગનિકિત. ગાથા ૩૩૨, એવ-નિ. ગા. ૧૧૯.),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org