________________
ત્રીશમું ] આ વિમલચંદ્રસૂરિ.
૬૦૭ જૈનસંઘને મળી છે. સાફ વાત છે કે, જેન–આગમને વારસે તાઅરસંઘને મળે છે, તેણે તેની શાન વધારી છે અને તેને સમૃદ્ધ બનાવ્યું છે.
- (પૃ. ૪૧૫ થી ૪૩૨) - આજ રીતે કલ્યાણક ભૂમિએ વગેરે અસલી જેનતીર્થોને વારસ પણ વેતામ્બર શ્રમણ સંઘને મળ્યો છે. તેણે આ વારસાનું પણ આજસુધી રક્ષણ કર્યું છે અને તેમાં વધારે પણ કર્યો છે. (પૃ. ૪૫ થી ૬૨) વેતામ્બર મંદિરમાં લગેટવાળી કે લંગેટ વગરની પદ્માસનવાળી કે અર્ધ પદ્માસનવાળી, અને બેઠી કે ઊભી એ દરેક જાતની જિનપ્રતિમાઓ, જિનચરણે, અને ચરણચિહ્નો વગેરે સ્થાપિત હોય છે. પણ એક વાત ચોક્કસ છે કે– તે સર્વે
વેતામ્બર આચાર્યોએ કરેલ પ્રાણપ્રતિષ્ઠાવાળા હોવા જોઈએ. શ્રાવકે તેની વિવિધ રીતે પૂજા કરે છે.'
આ જૈન તીર્થો ઉપર બીજાએ તરફથી જ્યારે જ્યારે આક્રમણ થયાં છે, ત્યારે ત્યારે તેઓને બચાવવા માટે વેતામ્બર આચાર્યોએ ઘણી જહેમત ઉઠાવી છે. ઈતિહાસમાં એના છૂટાછવાયા ઉલ્લેખે. પણ થયા છે. જેમકે – આ૦ વજીસ્વામીએ વિ. સં૧૬૦માં શત્રુંજય તીર્થને મિથ્યાત્વીએના હાથમાંથી છોડાવ્યું (પૃ. ૨૮૯). આ સિદ્ધસેને અવન્તી પાર્શ્વનાથનું તીર્થ પાછું વાળ્યું (પૃ. ૨૫૧). આ સમુદ્રસૂરિએ વિ. સં. આશરે ૫૦૦માં નાગદાતીર્થને દિગમ્બરના આક્રમણથી બચાવ્યું (પૃ. ૪૧૩). આ પ્રદ્યુમ્નસૂરિ વગેરેએ પૂર્વદેશના સર્વ તીર્થોને હસ્તગત કર્યા (પૃ. ૫૦૩-૪). આ બમ્પટ્ટિએ વિ. સં. આશરે ૮૯૦માં ગિરનારતીર્થને દિગમ્બરના હાથમાંથી છેડાવ્યું. વેતામ્બર તીર્થો તથા દિગમ્બર તીર્થોને જુદાં જુદાં તારવી આપ્યાં અને ભવિષ્યમાં ઝઘડો ન ઊઠે એવી મર્યાદા બાંધી (પૃ૦ પ૩૩, ૩૨૫). આ૦ બલિભદ્રે ગિરનાર તીર્થને રા'ખેંગારની જોહુકમીમાંથી બચાવ્યું (પૃ. ૫૭૫). આ ધર્મષસૂરિએ ગિરનાર તીર્થને દિગમ્બરની કનડગતમાંથી યુક્તિપૂર્વક બચાવી લીધું અને જગદ્ગુરુ આ૦ શ્રીહીરવિજયસૂરિએ મહાતીર્થ શત્રુજ્ય કેશરિયાજી વગેરે જૈનતીર્થોને મુસ્લિમ અત્યાચારથી બચાવ્યા વગેરે વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org