________________
ત્રીશમું ]. આ વિમલચંદ્રસૂરિ
પ૭ સેવાડી પાસે રાતા મહાવીરનું તીથી વિદ્યમાન છે. રાજા હરિવર્મા વિકમની આઠમી સદીને રાજા છે. તેને ચિ નામની રાણી હતી.
(૨) વિદગ્ધરાજ–રાજા હરિવર્મા પછી તેને પુત્ર વિદગ્ધરાજ હ€ડીની ગાદીએ આવ્યા. તે મેવાડના રાજા અલ્લટને મિત્ર હતું, અલટરાજના કહેવાથી તેણે આ વાસુદેવસૂરિને કેશ દૂર રાતા મહાવીરનું તીર્થ છે. હ€ડીને રાજ્યવંશ ત્યાં હથુંડિયા રાઠોડ કહેવાય છે અને હિન્દુડી ગ૭ના શ્રાવકે બાલો, સાદડી, સાંડેરાવ, મેવાડા વગેરે સ્થાને પથરાઈ ગયા છે, તે પણ હલ્યુડિયા તરીકે પ્રસિદ્ધ છે.
રાતા મહાવીર-હન્દુડીથી ૧ કેશ અને વિજાપુરથી ૧ કેશ દૂર રાતા મહાવીરનું તીર્થ છે; ૨૪ દહેરીવાળું મંદિર છે, રો હાથ ઊંચી લાલ રંગની ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા છે. આ તીર્થ વિક્રમની તેરમી સદીમાં બન્યું છે, એમ શિલાલેખોના આધારે સમજી શકાય છે. અહીં હલ્ડીગછના આચાર્યની પ્રતિમા પણ વિરાજમાન છે. આ તીર્થને છેલ્લો જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૦૫ માગશર શુદિ ૧૦ના દિવસે વિજાપુર આદિના શ્રી સંઘે કરાવેલ છે. આ વિજયવલ્લભસૂરિએ તે જ દિવસે અહીં બીજી પ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ કરાવી છે.
(આ. સૂરાચાર્યત પ્રશસ્તિ-શિલાલેખ, જિનવિજયજીને શિલાલેખ સંગ્રહ ભા. ૨, કાલાવણ્યસમયકૃત રાસ)
સેવાડી–સેવાડીનું સંસ્કૃત નામ શમીપાટી છે. અહીંના શિલાલેખે બેલે છે કે શમીપાટી એ નાડોલના યુવરાજેનું ભક્તિનગર (ભગવટાનું ચામ) હતું. નાડેલમાં અનુક્રમે ચૌહાણ અણહિલ, જિંદ, અક્ષરાજ (વિ. સ. ૧૧૬૭ થી ૧૧૮૦), કટુકરાજ (વિ. સં. ૧૨૩૧ સુધી) અને જયંતસિંહ રાજાઓ થયા છે. કટુકરાજ જૈનધમી રાજા હતા. સેવાડીમાં ભ. મહાવીરસ્વામીનું બાવન-દેરીવાળું ભવ્ય દેરાસર હતું. અધરાજના સેનાપતિ યશવીરે અહીં સં. ૧૧૭૨માં ભ૦ શાંતિનાથજીનું દેરાસર બનાવ્યું હતું. અને યુવરાજ કટુકરાજે તેની પૂજા માટે ખરચે બાંધી આપ્યો હતો. અહીં શ્રાવકનાં ૨૦૦ ઘરે છે, ૨ ધર્મશાળા છે, ઉપાશ્રય છે, ૨ ભવ્ય દેરાસર છે. ભ. મહાવીરસ્વામીનું દેરાસર બારમી સદીમાં બન્યું છે. તેમાં ભ. મહાવીરસ્વામીની લા હાથ ઊંચી ભવ્ય પ્રતિમા વિરાજમાન છે.
બીજું દેરાસર ભ૦ વાસુપૂજ્ય સ્વામીનું છે. મંદિરની પાસેની દેરીમાં ૨ગૌતમસ્વામી વગેરેની મૂર્તિઓ છે.
સાંડરગચ્છના આ ગુણરત્નસૂરિની પ્રતિમા પણ અહીં વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org