________________
જેન પરંપરાને ઇતિહાસ
ગાસણ ૨. સૂત્રકૃતાંગ-આ બીજું અંગ છે. તેમાં ૨ શ્રુતસ્કંધ, ૨૩ અધ્યયને, ૩૩ ઉદ્દેશા, ૩૩ સમુદેશ, ૩૬ હજાર પદે, અનેક લોક અને અનેક નિર્યુકિતઓ વગેરે હતાં, જેમાં અલેક, લેક, લોકાલોક, જીવ, અજીવ, જીવાજીવ, અવસમય, પરસમય, સ્વ૫ર સમયનું નિરૂપણ હતું. ૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાડી, ૬૭ અજ્ઞાન વાદી અને ૩૨ વિનયવાદી, એ ૩૬૩ પાખંડીઓનું ખંડન કરી જેન દર્શનનું અનેકાન્તિક મંતવ્ય રજુ કર્યું હતું.
૩. સ્થાનાંગસુત્ર–આ ત્રીજું અંગ છે. તેમાં ૧ શ્રતસ્કંધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશા, ૨૧ સમૃદેશા, ૭૨ હજાર પદે, અનેક હલકો અને અનેક નિર્યુક્તિ વગેરે હતાં, જેમાં જીવ, અજીવ, જીવા
જીવ રવસમય, પરસમય, વપરસમય, લોક, અલેક, લોકાક અને ભૂળ વગેરેની સ્થાપના હતી. :: ૪. સમવાયાંગસૂત્ર–આ ચોથું અંગ છે. તેમાં ૧ભુત
ધ, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશા, ૨૧ સમુદેશા, ૧૪૪ હજાર પદે, અનેક લોકો અને અનેક નિર્યુક્તિ વગેરે હતાં, જેમાં જીવાદિનો નિર્ણય હતે, ચઢતા ક્રમે એકથી આરંભીને ૧૧ સંખ્યાવાળા પદાર્થોને નિર્ણય હતું અને દ્વાદશાંગીનું સ્વરૂપ બતાવ્યું હતું. - પ. વ્યાખ્યાજ્ઞપ્તિ–આ પાંચમું અંગ છે, જેનું બીજું નામ ભગવતીસૂત્ર છે. જેમાં ૧ શ્રુતસ્કંધ, ૧૦૧ અધ્યયને, ૧૦૦૦૦ ઉદેશા, ૧૦ હજાર સમુદેશા, ૩૬ હજાર પ્રકારે, ૨૮૮ હજાર પદો, અનેક લેકે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં, જેમાં જીવાદિનું તલસ્પશી વ્યાખ્યાન હતું I ૬. જ્ઞાતાધર્મકથા–આ છઠું અંગ છે, જેમાં ૨ શ્રત ૧૯ અધ્યયને, ૧૯ ઉદેશા, ૧૯ સમુદેશા, સંજયાતા પદે, અનેક
કે અને અનેક નિર્યુક્તિઓ વગેરે હતાં. તેમાં ૧૦ વર્ગો અને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. દરેકમાં કથાનાયકની જન્મભૂમિથી લઈને મેક્ષ સુધીનાં વર્ણને હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org