________________
થયું. તે
ના નિવાણુના
જ જગતના
પહેલું!
ગણધર રીસુધર્માસ્વામી છે અને તે પણ પ્રચાર કર્યો. ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણુના ૧૨ વર્ષ પછી એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સર્વજ્ઞ થયા અને તેમની પાટ ઉપર શ્રી અંબૂવામી આવ્યા. તેઓ ૮ વર્ષ સર્વાપણે વિચરી જગતના અનેક ને કલ્યાણને માર્ગે વાળી ભગવાન
શ્રી મહાવીર સ્વામી પછી ૨૦ વર્ષે એટલે ૧૦૦ વર્ષની ઉંમરે વેલારગિરિ પર નિર્વાણ પામ્યા.
તેઓ નિથિગચ્છના આદિ સ્થાપક થયા. નિગ્રંથગ છે, આજના સમસ્ત શ્રમણ સંઘને મૂળ ગછ છે.
જિનાગમ ભગવાન શ્રી મહાવીર સ્વામી જે જે ઉપદેશ આપતા હતા તેને તેમના ૧૧ ગણધર શિષ્યોએ અર્ધમાગધી ભાષામાં આગમરૂપે તૈયાર કરેલ છે અને એવાં દરેકનાં ૧૨ આગમો બનેલાં છે, જેનું નામ દ્વાદશાંગી છે. દરેક ગણથરાએ દ્વાદશાંગી રચી. તેમાં રચનાશૈલીને ભેદ હતો કિન્તુ દરેકની કહેવાનો મતલબ તે એક જ હતી. દરેક ગણુધરે પિતતાના શિષ્યોને એ દ્વાદશાંગીનું અધ્યયન કરાવતા હતા. દશ ગણુધરે પહેલાં મોક્ષે જવાથી તેમના શિષ્ય ગણધર શ્રી સુધમસ્વામીની આજ્ઞામાં આવી ગયા હતા અને ત્યાં તેમની દ્વાદશાંગીનું અધ્યયન કરતા હતા. આ પરિસ્થિતિમાં બીજા ૧૦ ગણધર ભગવાનની દ્વાદશાંગીનું પઠનપાઠન બંધ થયું અને ગણધર શ્રીસુધર્માસ્વામીની દ્વાદશાંગી અમર બની રહી. આજે એ જ દ્વાદશાંગી જગત પર ઉપકાર કરી રહી છે.
ગણાયર શ્રીસુધર્માસ્વામીએ રચેલાં દ્વાદશાંગીમાંનાં ૧૨ અંગે અને તેનું ટૂંક સવરૂપ નીચે પ્રમાણે છે:
૧. આચારાંગ–આ પહેલું અંગ છે. તેમાં ૨ શ્રતર્કલ, ૨૫ અધ્યયન, ૮૫ ઉશા, ૮૫ સમુદેણા, ૧૮ હજાર પદે, અનેક કે અને અનેક નિર્યુક્તિ વગેરે હતાં, જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચાસ્ત્રિાચાર, તપાચાર અને વીર્યાચાર ગોચરી, વિનય, શિક્ષા, ભાષા, અભાષા, સદવર્તન, ક્રિયા વગેરે સર્વમુખી વર્ણન હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org