________________
ચેાત્રીશમું ]
આ વિમલચદ્રસૂરિ
જો કે પાટણના રાજા ચામુંડરાયના સ. ૧૦૩૩ના વડસમાના તામ્રપત્રથી સ્પષ્ટ છે કે, તેણે યુવરાજ તરીકે પણ દાન આપ્યું છે. (ગુજરાતના ઐતિહાસિક લેખા ભા. ૩, પૃ. ૧૫૪-૧૫૫) એટલે કે થરાના વિરૂપાક્ષ મ ંદિરમાં જીવહિંસા ખંધ કરવાનું આજ્ઞાપત્ર પણ તેણે યુવરાજ તરીકે કઢાવ્યું હતું પરંતુ પછી તે રાજા થયા એટલે પાછળના લેખકાએ આ ઘટનાને રાજા તરીકે વર્ણવી છે. જે વસ્તુ સંભવિત અને ખનવાજોગ છે. રાણીઓની રોગ શાંતિવાળી ઘટના પણ ચામુંડરાયના યુવરાજકાળમાં અની છે; કેમકે વલ્લભસેન અને દ્રુ ભસેન વિ. સ. ૧૦૫૦ પહેલાં જન્મ્યા હતા, માટે જ ચામુડરાયે તેઓને ચેાગ્ય ઉંમરના થતાં સ. ૧૦૬૬માં ગાદીએ બેસાડવા હતા. એટલે આ વીરસૂરિનું દીર્ઘાયુષ્ય માની સ. ૧૦૬૧માં સ્વર્ગ ગમન માનવું એ તર્કસંગત ખની રહે છે.
આ વીરસૂરિની પટ્ટાવલી જુદા જુદા સાધના વડે આ રીતે તૈયાર થાય છે.
(૩૪) આ૦ વિમલચંદ્રણ વિ॰ સ૦ ૯૮૦માં સ્વ (૩૫) આ૦ વીરસૂરિ તેએ શાંત, ત્યાગી, વૈરાગી અને
અડગ ધ્યાની હતા.
૫૭
(૩૬) આ૦ ચદ્રસૂરિ:—તે આબુ પાસેના અષ્ટાદેશશતીદેશના અરણી ગામના પરમારવ’શી રાજકુમાર હતા. તેમનુ નામ ભદ્રકુમાર હતું. આ વીરસૂરિ ઉંબરણીમાં પધારી ઉપાશ્રયમાં આવી ઊતર્યા હતા પણ તે સાંજે સ્મશાનમાં જઈ આખી રાત ધ્યાન કરતા હતા. તેઓ એકવાર સાંજે મસાણમાં જતા હતા ત્યારે ભદ્રકુમારે તેમને મસાણમાં જતા જોઈ વિનતિ કરી કે, મહારાજ ! આ મસાણમાં ભયંકર ફાડી ખાનાર પશુએ છે, અહીં આપ રાત રહેા તે ઠીક નથી, કૃપા કરી આ શહેરમાં કાઈ સારા સ્થાનમાં પધારો. આચાર્ય મહારાજે ભદ્રિક એવા ભદ્રકુમારને કહ્યું: મહાનુભાવ મુનિઓને ડર હાતા નથી. મુનિ તે આવા નિર્જન સ્થાનમાં જ ધ્યાન કરે છે અને એમાં જ આનંદ માને છે. ભદ્રકુમાર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org