________________
૪૮
જેને પરંપરાને ઈતિહાસ પ્રક૭ સાંભળી તેમના ઉત્તરથી પ્રભાવિત થઈ પિતાના સ્થાને ચાલ્યા ગયે. ઘરે જતાં તેને જાંબુનું ભેટશું મળ્યું. પણ તે જાંબુમાં કીડા પડયા હતા. રાજકુમારે તે કીડા જોઈ વિચાર્યું કે, અહો ! આ ફળોમાં કીડા છે, રાતે ખાઈએ તે તેમને નાશ જ થાયને? આથી નક્કી છે કે, રાત્રિભૂજન કરવું એ ઉચિત નથી. હવે તેણે બ્રાહ્મણ પંડિતને બોલાવી પૂછ્યું કે, ફળમાં કીડા ખાઈ જાય તેને શું પ્રાયશ્ચિત્ત આવે? શાસ્ત્રીજીએ જવાબ વાળ્યો કે, “સોનાના એવા જ કીડા બનાવી બ્રાહ્મણને દાનમાં અપાય તે જ તે પાપની શુદ્ધિ થાય.” રાજકુમારને આ ઉત્તરથી સંતોષ થયે નહિ. તેને વિચાર થયે કે, “સેનાના કીડા બનાવી જે બ્રાહ્મણોને દાન કરીએ, તેએ તેને પણ વિનાશ કરવાના જ છે, એને દેષ કેને લાગે? એ રીતે તે પાપની પરંપરા વધતી જ જવાની. એટલે એ રીતે તે પાપશુદ્ધિ થઈ ન શકે, માટે શાસ્ત્રીજીએ બતાવેલું પ્રાયશ્ચિત્ત બુદ્ધિગમ્ય બને તેમ નથી.” - સજકુમારે બીજે દિવસે સવારે ઉપાશ્રયમાં જઈ આ૦ વીરસૂરિને એ જ પ્રશ્ન પૂછો. * આચાર્ય મહારાજે તેને ખુલાસો કર્યો કે–ભદ્ર ! સર્વત્ર
સ્થાવર અને ત્રસ જીવે રહેલા છે. જેમાં પૃથ્વી, પાણિ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઇદ્રિય, પંચેન્દ્રિય, જળચર થલચર ખેચર, માછલાં, ગાય, ચક્લા, તિર્યંચ, નારકી, દેવ અને મનુષ્યને સમાવેશ થાય છે. આ વનસ્પતિ સ્થાવરકાય છે. તેમાં ઘણું જ રહેલા છે. તેમાં મૂળ ફળ, વગેરેમાં ઘણા જ જન્મે છે અને મરે છે. આ રતે જીવે રહેલા છે તે દરેકનું યથાશક્તિ રક્ષણ કરવું જોઈએ. વિવેકી રાજકુમાર ! દયા એ જ ધર્મ છે. તે વિચાર કરીશ તે તને આ વાત બરાબર સમજાશે. ભદ્રકુમાર આ ઉત્તર સાંભળી પ્રતિબંધ પાયે અને તેણે સંસારનો ત્યાગ કરી પોતાના કલ્યાણ માટે દીક્ષાને સ્વીકાર કર્યો. આ૦ વીરસૂરિએ તેને દીક્ષા આપી પિતાને શિષ્ય ભદ્રમુનિ બનાવ્યા અને અંત સમયે તેને આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org