SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ આ૦ વરસૂરિ સંભવતઃ તે સમયના યુગપ્રધાન છે તેમનાથી કઈયા અષ્ટાપદ વગેરે શાખાઓ નીકળી છે. છે. આ પ્રભાચંદ્રસૂરિ તેમને સત્તાસમય આ પ્રમાણે બતાવે છે – - આઇ વીર ગણિને વિ. સં. ૯૩૮માં જન્મ, સં. ૯૮વ્યાં દીક્ષા અને ૯૯૧માં સ્વર્ગ. वसुवह्निनिधौ ९३८ जन्म, व्रतं व्योमवसुग्रहे ९८०। इन्दुनन्दग्रहेवर्षे ९९१ ऽवसानमभवत् प्रभोः॥ १६५ ॥ (પ્રભાવક ચરિત્ર-વીરસુરિચરિત્ર લે. ૧૬૫) હવે તત્કાલીન ઐતિહાસિક ઘટનાઓને વિચાર કરીએ તે તેને આચાર્યશ્રીની આ સંવતવારી સાથે મેળ ખાતે નથી. કેમકે આ શ્લેકમાં આચાર્યનો સમય વિ. સં. ૯૮ થી ૯૯૧ બતાવ્યો છે. સાથે સાથે આ જ ચરિત્રમાં ભિન્નમાલને રાજ દેવરાજ પાટણને રાજા ચામુંડ અને મંત્રી વીરનાં નામે પણ બતાવ્યાં છે. એ પૈકીને જાલેરને પરમાર રાજા દેવરાજ વિક્રમની અગિયારમી સદીમાં થયો છે. પાટણના રાજા ચામુંડરાયને રાજ્યકાળ વિ. સં. ૧૦૫૩ થી ૧૦૬૬ સુધીને છે અને મંત્રી વિમલશાહના પિતા વીરમંત્રીને સમય પણ સં. ૧૦૬૬ પહેલાં પડે છે. આ સિવાય પિતે તથા પટ્ટધર આ૦ ચંદ્રસૂરિની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, ગીતાર્થ થવું અને સૂરિપદ મળવું; તેનાં પણ વર્ષો તે જોઈએના? આમ આ દરેક બાબતેને આચાર્યશ્રીની ઉક્ત સાલવારી સાથે મેળ ખાતે નથી. આથી એમ માનવું પડે છે, કે આ સાલવારીમાં અથવા તેના સંકેત શબ્દોના અર્થમાં કંઈક ફરક હશે. આ લેકમાં આચાર્યશ્રીના સૂરિપદની સાલ બતાવી નથી. એટલે આ૦ વરગણિની સં. ૯૮૦માં દીક્ષા સં. ૯૧માં ગણિપદ સં. ૧૦૫૦ લગભગમાં સૂરિપદ અને વિ. સં. ૧૯૬૧માં સ્વર્ગ; એમ લાંબુ આયુષ્ય માની લઈએ તે ઉપરની આંટીઘૂંટીને સરળ નિકાલ આવી જાય છે અને ઐતિહાસિક ઘટનાઓને સુમેળ બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy