________________
ત્રિીચકું,] આ વિમલચંદ્રસૂરિ ઓએ આનું કારણ પૂછવાથી સૂરિજીએ મુનિઓને કહ્યું કે અષ્ટાપદ પર્વત પરના દેવાધિદેવેને વંદન કરે. પછી બધી વાત કહી અને ત્યાંથી લાવેલા ચેખા બતાવ્યા. શ્રીસંઘને પણ આ સમાચાર મળ્યા, શ્રીસંઘે રાજાને પણ આ શુભ સમાચાર પહોંચાડયા. રાજા પોતે ત્યાં આવ્યો. સૂરિજીએ તેમને અષ્ટાપદ ગિરિરાજ, ત્યાંના મંદિર અને મૂર્તિઓનું યથાર્થ વર્ણન કરવા સાથે ત્યાંથી લાવેલા, દેવતાઈ ચેખા બતાવ્યા. “જે ચોખા ૧૨ આગળ લાંબા અને ૧ આંગળ જાડા હતા.” રાજાને પણ આ અદ્ભુત ચેખા જોઈ ખાતરી થઈ કે સૂરિજીનું કથન સાચું છે. પછી એ ચેખા ઉપાશ્રયમાં રાખવામાં આવ્યા અને અષ્ટાપદના પ્રતિબિંબની જેમ પૂજાવા લાગ્યા. મુસલમાનોએ પાટણને ભંગ કર્યો ત્યાં સુધી આ ચેખા ઉપાશ્રયમાં હતા.
એકવાર ગૂર્જરપતિ ચામુંડરાયે પિતાના વીર નામના મંત્રીને જણાવ્યું કે, મને પુણ્યને વચનસિદ્ધ વીર ગુરુ અને વીર મંત્રી મળ્યા છે પરંતુ દુઃખની વાત છે કે રાણીઓને ગર્ભસાવને રોગ હોવાથી રાજપુત્ર નથી. મંત્રીએ તરત જ આ વીરસૂરિ પાસે જઈ આ વૃત્તાંત કહી સંભળાવ્યો, અને ગુરુમહા રાજ પાસેથી મંત્રલે વાસક્ષેપ લઈ જઈ રાણુઓના માથા પર ચડાવ્યું. બસ, ત્યાર પછી રાજા ચામુંડરાયને વલભસેન, દુર્લભ સેન અને નાગરાજ નામે પુત્રો થયા. અનુમાન છે કે આ ઘટના વિ. સં: ૧૦૪૦ થી ૧૦૫૦ની વચમાં ચામુંડરાયના યુવરાજકાળમાં બની હશે.
એકવાર આ૦ વરસૂરિએ આબુ પાસેના ઉંબર ગામમાં પધારી ત્યાંના પરમાર રજપૂત ભદ્રકુમારને દીક્ષા આપી તેને જેનાગમને અભ્યાસ કરાવ્ય, કિયારુચિ ગીતાર્થ અને મહાન વિદ્વાન બનાવ્યું. પિતાને અંત સમય પાસે આવ્યા ત્યારે શ્રુતજ્ઞાનથી પિતાના આયુષ્યની સમાપ્તિ જાણું, ભદ્રમુનિને પિતાની પાટે સ્થાપી તેનું ચંદ્રસૂરિ એવું નામ રાખી, અનશન સ્વીકારી યોગ નિધથી સંવરમાં રહી સ્વર્ગે ગમન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org