________________
બત્રીશમું ] આ પ્રદ્યુમ્નસૂરિ
૫૩ સાચાદેવ, સાચા ગુરુને સાચા ધર્મતત્વને ઉપદેશ આપે. વાપતિરાજે પણ, લાંબે વિચાર કરી સમજપૂર્વક જૈનધર્મ સ્વીકાર્યો. વરાહના મંદિરમાંથી નીકળી ભવ પાર્શ્વનાથના સ્તૂપવાળા દેરાસરમાં જઈ અનશન કર્યું, નવકાર મંત્રનો જાપ શરૂ કર્યો અને ૧૮ દિવસે મરણ પામી દેવક પ્રાપ્ત કર્યો.
આચાર્યશ્રી ત્યાંથી ગોકુળ પધાર્યા. ત્યાં જિનાલયમાં શાંતિદેવીની ચમત્કારી પ્રતિમા હતી. આચાર્યશ્રીએ શાંતિદેવી સહિત શાંતિનાથનું રતિ કક્ષાના સ્તવન બનાવ્યું.
ત્યારબાદ આચાર્ય મહારાજ કને જ પધાર્યા, આમરાજાએ પિતાના અમલદારના મુખથી સર્વ વૃત્તાંત જાયે પણ તે જૈન બન્યું નહીં. જૈનધર્મ પ્રત્યે વિશેષ રાગી બને.
એક વાર એક ચિત્રકારે રાજાનું ચિત્ર બનાવી રાજાને બતાવ્યું, પણ રાજાએ તે તરફ ધ્યાન આપ્યું નહીં અને ઈનામ પણ આપ્યું નહીં એટલે તેણે જિનપ્રતિમાનું ચિત્ર બનાવી આચાર્યને આપ્યું. આચાયે તેની કળાની પ્રશંસા કરી, જે સાંભળી રાજાએ તેને ૧ લાખ ટકા આપ્યા. હવે ચિત્રકારે ખુશી થઈ ભગવાન મહાવીરસ્વામીનાં બીજા જ ચિત્રો તૈયાર કર્યા અને આચાર્ય મહારાજે તે ચિત્રને અનુક્રમે કનોજ, મથુરા, અણહિલપુર અને સતારકપુરમાં વિધિપૂર્વક સ્થાપિત કર્યા. પાટણના ઢગચ્છના ચૈત્યમાં જે પટસ્થાપ્યું હતું તે મુસલમાનેએ પાટણ ભાંગ્યું ત્યાં સુધી વિદ્યમાન હતે.
આ અરસામાં દિગમ્બરે જુનાગઢના રા'ખેંગારને પિતાને કરી ગિરનાર તીર્થને દબાવી બેઠા હતા. એવામાં ગોંડલના ધારશી શાહે ગિરનારતીર્થને સંઘ કાઢો. તેને છ પુત્રો હતા, ૭૦૦ સુભટે હતા, ૧૩૦૦ ગાડાં હતાં, અને ૧૩૦૦૦૦૦૦૦ સેનામહેરેની
કડ મિલકત હતી. તે આ સામગ્રી સાથે શત્રુંજયતીર્થની યાત્રા કરી ગિરનાર ગયે, રા'ખેંગારે તેને યાત્રા કરતાં રે, પરિણામે યુદ્ધ થયું અને તેમાં ધારશીશાહના ૭ પુત્રો તથા ૭૦૦ સુભટે માર્યા ગયા. ધારશી શાહે ગ્વાલિયર જઈ આગ બમ્પટ્ટિસૂરિના વ્યાખ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org