SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ જૈન પરંપરાનો ઇતિહાસ [ પ્રકરણ ધા નાખી. આચાર્યશ્રીએ પ્રસંગે પાત્ત ગિરનાર તીર્થનું માહાભ્ય વર્ણવ્યું અને આમરાજાએ ગિરનારની યાત્રા કરવાને નિર્ણય કર્યો. બીજી તરફ આમરાજાને રાજગિરિને કિલ્લે જીત્યા પછી પિતાનું આયુષ્ય હવે ઓછું છે એવી જાણ થઈ હતી, એટલે તેને તીર્થ યાત્રા કરવાનું મન થયું. તેણે તીર્થયાત્રાને સંઘ કાઢશે, આ અપભટ્ટિસૂરિ વગેરે સાથે જ હતા. તેણે શત્રુંજય તીર્થ પર ભગવાન આદિનાથન, ગિરનાર પર ભ૦ નેમિનાથની, દાદરમાં હરિની, માધેપુરમાં હરિની, શંખે દ્ધારમાં બેટ-દ્વારકામાં હરિની અને પ્રભાસપાટણમાં સેમિનાથની યાત્રા કરી, દર્શન કર્યા–પૂજા કરી. પરંતુ આમ રાજાને સંઘ ગિરનાર ગમે ત્યારે દિગમ્બર તરફના ૧૧ રાજાએ મેટા સૈન્ય સાથે તળેટીમાં આવી પડ્યા હતા, ઘણા દિગંબર આચાર્યો અને શ્રાવકે પણ તેની સાથે હતા. તેઓ દિગમ્બર સિવાયનાને ઉપર યાત્રાએ જવા દેતા ન હતા. તેઓએ આ સંઘને પણ ક્યો, તરત જ આ મહારાજાએ તેઓને યુદ્ધ કરવા માટે બેલાવ્યા. યુદ્ધની તૈયારી થવા લાગી, પરંતુ આ બપભટ્રિસૂરિએ તે દરેકને શાંત પાડયા અને જણાવ્યું કે–આ ધર્મકાર્યમાં મનુષ્યને સંહાર ન શોભે. અમે આચાર્યો એક થઈને આ નિર્ણય લાવીશું. પ્રથમ તે શ્વેતામ્બર આચાર્ય અને દિગમ્બર આચાર્યોને શાસ્ત્રાર્થ થયે તેમાં દિગમ્બરે હાર્યા. છેવટે “અંબિકા દેવી મારફત આ તીર્થને નિર્ણય કરે” એમ નક્કી થયું. દિગમ્બર આચાર્યોએ એક વેતામ્બર કન્યામાં અંબિકા દેવીને ઉતારવા માટે ત્રણ દિવસ સુધી મંત્રપ્રયાગ કર્યો પણ તે બિલકુલ નિષ્ફળ ગયે, પછી આ બપ્પભટ્ટસૂરિએ પિતાને એક હાથ એક દિગમ્બર કન્યાના માથા ઉપર ધર્યો કે તરત જ અંબિઢાન દેવી તેમાં ઉતરી આવી અને એ કન્યા સ્પષ્ટ રીતે રિફાઇi gaણં સૂત્રની જ્ઞાતસેાિહૂ એ ત્રીજી ગાથા બેલવા લાગી. આ જ સમયે ત્યાં સર્વત્ર “વેતામ્બરને જય” એવે વનિ ગાજી બ્રિડ્યો. દિગમ્બરે ત્યાંથી ચાલ્યા ગયા, અને ગિરનાર તીર્થ પહેલાંની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy