________________
જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ સંઘવી સમરાશાહે તિલંગદેશમાં ૬ લાખ બંદિવાનને છોડાવ્યા હતા.
૬૭. આ૦ દેવગુણસૂરિ–તેઓ સં. ૧૪૦૯માં દિલ્હીમાં આચાર્ય બન્યા. તેઓ મોટા કવિ, વિદ્વાન, સિદ્ધાંતવેદી અને સર્વ શાસ્ત્રોના જાણકાર હતા.
૬૮. આ૦ સિદ્ધસૂરિ–સં. ૧૪૭૫માં પાટણમાં સૂરિપદ.
૯૯ આ૦ કસૂરિ–સં. ૧૪૯૮માં ચિત્તોડમાં સૂરિપદ. તેમણે કચ્છના જામ વીરભદ્રને પ્રતિબંધી કરછમાં અમારી પ્રવર્તાવી હતી. તેઓ સંસ્કૃત અને પ્રાકૃતના સારા વિદ્વાન હતા. સં. ૧૫૧૨માં આ આચાર્ય અને ભાવડગચ્છના આચાર્ય વીરસૂરિએ સાથે રહી ભગવાન શ્રીસુમતિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.
૭૦. આ દેવગુપ્તસૂરિ–મંત્રી જયસાગરે સં. ૧૫૨૮માં જોધપુરમાં તેમને પદમાહાત્સવ કયા. ભગવાન શ્રી પાર્શ્વનાથનું મંદિર તથા પોષાલ બનાવ્યાં. તેમણે પાંચ ઉપાધ્યાય બનાવ્યા હતા. ઉ૦ કર્મસાગરના શિષ્ય ઉ૦ દેવકીલેલે સં. ૧૫૬૬માં “કાલિકકથા” રચી અને તેમના શિષ્ય દેવકલશે “ષિદના પાઈ' રચી હતી.
૭૧. આ સિદ્ધસૂરિ–સં. ૧૫૦૫માં મેડતામાં પદમહત્સવ.
૭૨. આ૦ કકકસૂરિ–સં. ૧૫૯લ્માં જોધપુરમાં પદપ્રતિષ્ઠા. આ પછી કરંટકગચ્છના આચાર્ય સર્વદેવસૂરિ તપગચ્છમાં ભળી ગયા અને કારટા તપગચ્છ નીકળે. દ્વિવંદનિક આ. કક્કસૂરિએ પણ તપા આ૦ શ્રીઆનંદવિમલસૂરિની નિશ્રા સ્વીકારી તેઓ સં. ૧૫૮૪માં મક્ષીજી તીર્થમાં તપગચ્છમાં દાખલ થયા. તે આ રાજવિજયસૂરિ બન્યા. તેમનાથી સં. ૧૬૧૫માં તમારત્ન શાખા ચાલી.
૭૩. આ દેવગુણસૂ—િસં. ૧૯૩૧માં સૂરિપદ.
૭૪. આ સિદ્ધસૂરિ–સં. ૧૯૫૫માં ચિત્ર સુદ ૧૩ ના બિકાનેરમાં મહામંત્રી ઠાકુરસિંહે પદમહોત્સવ કર્યો.
૭૫. આ૦ કસૂરિ–સં. ૧૬૮૯ ફાગણ સુદ ૩ના દિવસે સૂરિપદ, મહામંત્રી ઠાકુરસિંહના પુત્ર મં. સાવલ તથા તેની પત્ની સાહિબરેએ પદમોત્સવ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org