________________
૪૯૪ જૈન પરંપરાનો ઇતિહાસ પ્રકરણ અંગેને મજબૂત કરવાની વ્યવસ્થા કરી અને પિતાના ઉપકારીઓને બોલાવી તેને બદલે વાળે. | વનરાજે આ શીલગુણસૂરિ તથા આ દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી પંચાસરમાં પોતાને રાજ્યાભિષેક કરાવ્યા હતા. તેથી તેઓને વંશપરંપરાના હકમાં એવું ફરમાન લખી આપ્યું કે આ આચાર્યની આજ્ઞા માનનાર યાને ચિત્યવાસી સાધુઓ જ પાટણમાં રહી શકે. પિતાની માતા જેન હતી. તે પૂજા કરી શકે તે માટે “વનરાજવિહાર બનાવી તેમાં પંચાસરથી લાવેલ ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી અને તેમાં પિતાની પૂજક તરીકેની બે હાથ જોડીને ઊભી રહેલી મૂર્તિ સ્થાપી, શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું. શ્રીમાળી ચાંપે અને શ્રીમાળી જાંબને મંત્રી બનાવ્યા, શેઠ નીના પિરવાડને સન્માન્યા, તેના પુત્રને દંડનાયક બનાવ્ય, આશક મિહને મંત્રી બનાવ્યું, રાજ્યમહેલ પાસે પિતાની કુલદેવી કંઠેશ્વરીનું મંદિર અને થોડા વર્ષ ગયા પછી ભટ્ટારિકા ગીશ્વરીનું મંદિર પણ કરાવ્યું હતું. " સંભવ છે કે વિ. સં. ૮૨૧ સુધીમાં પાટણ તૈયાર થઈ ગયું હશે અને ત્યારે ત્યાં વનરાજ ચાવડાને ફરીવાર ધામધૂમથી મેટે રાજ્યાભિષેક થયે હશે. | વનરાજ ચાવડાના આ દરેક મદદગારે જેન છે અને વનરાજે તેમના સહયોગથી ગુજરાતનું રાજ્ય સ્થાપ્યું છે. એટલે જ “ગુજરાતનું રાજ્ય તે જૈન રાજ્ય છે. એમ કહેવાય એ વ્યાજબી છે. ઈતિહાસ કહે છે કે –
गौ रात्रमिदं राज्यं. वनराजात् प्रभृत्यभूत् । - રાતિં નામા, તવી નૈવ નહિ (પ્રબંધચિંતામણુ-વનરાજપ્રબંધ, પ્રબંધકેષ-વસ્તુપાલ પ્રબંધ)
ગુજરાતનું આ રાજ્ય જેન મંત્રીઓએ સ્થાપ્યું છે અને વનરાજ ચાવડાથી શરૂ થયું છે, તેથી તેઓની ઈર્ષ્યા કરનાર અહીં સમૃદ્ધ થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org