________________
૪૭૨ જેને પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ આચાર્યની શિષ્ય પરંપરા પાછળથી ભટેવરાગછના નામથી પ્રસિદ્ધ થઈ હોય એમ લાગે છે. , '
(જૈનસત્યપ્રકાશ ક૦ ૭૩–૭૫) આ વડેસર ક્ષમાશ્રમણ
તેઓ હારિલગચ્છના આ. યક્ષદત્તગણુ ક્ષમાશ્રમણના ૬ આચાર્ય શિષ્યમાંના એક વિદ્વાન શિષ્ય હતા, તેમણે ગુજરાતમાં જૈનધર્મને ખૂબ પ્રચાર કર્યો હતે. તેમને પરિચય હરિલવંશ (પૃ. ૪૪૯) માં આપેલ છે. થારાપદ્રગ9:
ચંદ્રગચ્છના આ યુ. પ્રહારિલસૂરિની શિષ્ય પરંપરામાં આ વટેશ્વરસૂરિ થયા છે, તેમનાથી થરાદમાં થારાપદ્રગચ્છ નીકળે છે. આ ગચ્છમાં ઘણું વિદ્વાન આચાર્યો થયા પછી અનુક્રમે આ કાર્ય, આવ શાંતિભદ્ર, સિદ્ધાંતમહેદધિ આ૦ સર્વદેવ, આ૦ શાલિભદ્ર, આ૦ પૂર્ણભદ્ર થયા છે. આ શાલિભદ્રનું બીજું નામ આ૦ શાંતિભદ્ર છે. તેમના શાસનકાળમાં વિ. સં. ૧૦૮૪ ચૈત્રી પૂનમને દિવસે આ૦ પૂર્ણભદ્ર રામસેનના રાજા રઘુસેનના જિનાલયમાં ભગવાન આદિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી.
(જેનયુગ, વ૦ ૫, અં૦ ૧ થી ૩, જેનસત્યપ્રકાશ કવ ૭૫) ' ',' આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે–હારિલગચ્છમાંથી થારાપદ્રગચ્છ નીકળ્યો છે. સામાન્ય રીતે શાંતિસૂરિ અને શાલિસૂરિ એ એક જ નામ મનાય છે, એ માન્યતાને આ શિલાલેખથી પુષ્ટિ મળે છે. અહીં જે શાલિભદ્રસૂરિ લખ્યા છે, તે વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ જ છે તેઓ વિ. સં. ૧૦૯૬ માં ગિરનાર તીર્થમાં સ્વર્ગ ગયા છે.
અહીં લખેલ રઘુસેન તે રામસેન નગરને જેન રાજા હતા, તેણે રામસેનમાં જિનાલય બનાવ્યું હતું. એ રઘુન-જિનાલયમાં વિ. સં. ૧૧૧૦ માં પ્રતિષ્ઠા કરાવેલ ભગવાન શ્રી અજિતનાથની એક કળામય ઊભી પ્રતિમા અમદાવાદમાં વાઘણપોળના ભ૦ અજિતનાથના દેરાસરમાં વિદ્યમાન છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org